Surah Az-Zalzalah
સૂરહ અઝ્-ઝિલઝાલ
સૂરહ અઝ્-ઝિલઝાલ
સૂરહ અઝ્-ઝિલઝાલ (૯૯)
ધરતીકંપ
સૂરહ અઝ્-ઝિલઝાલ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં આઠ (૮) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
اِذَا زُلْزِلَتِ الْاَرْضُ زِلْزَالَهَا ۙ (1)
(૧) જ્યારે ધરતીને સંપૂર્ણ રીતે હલાવી નાંખવામાં આવશે.
وَ اَخْرَجَتِ الْاَرْضُ اَثْقَالَهَا ۙ (2)
(૨) અને પોતાના અંદરથી બોજાઓ બહાર કાઢી ફેંકશે.
وَ قَالَ الْاِنْسَانُ مَا لَهَا ۚ (3)
(૩) અને મનુષ્ય કહેશે કે તેને શું થઈ ગયું છે?
یَوْمَئِذٍ تُحَدِّثُ اَخْبَارَهَا ۙ (4)
(૪) તે દિવસે ધરતી પોતાની તમામ સૂચનાઓ (સમાચાર) વર્ણન કરી દેશે.
بِاَنَّ رَبَّكَ اَوْحٰى لَهَا ؕ (5)
(૫) એટલા માટે કે તમારા રબે તેને હુકમ આપ્યો હશે.
یَوْمَئِذٍ یَّصْدُرُ النَّاسُ اَشْتَاتًا {ۙ٥} لِّیُرَوْا اَعْمَالَهُمْ ؕ (6)
(૬) તે દિવસે લોકો જુદા-જુદા સમૂહોમાં થઈ ને પાછા ફરશે, જેથી તેમને તેમના કર્મો બતાવી દેવામાં આવે.
فَمَنْ یَّعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَیْرًا یَّرَهٗ ؕ (7)
(૭) તો જેણે રજભાર પણ ભલાઈ કરી હશે, તે તેને જોઈ લેશે.
وَ مَنْ یَّعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا یَّرَهٗ ۧ (8)
(૮) અને જેણે રજભાર પણ બૂરાઈ કરી હશે, તે તેને જોઈ લેશે. (ع-૧)