(૩૦) અને અમે (જ) ઈસરાઈલની સંતાનને (ખૂબ) અપમાનિત કરનાર સજાથી મુક્તિ આપી.
(૩૧) (જે) ફિરઔન તરફથી થઈ રહી હતી, હકીકતમાં તે વિદ્રોહી અને હદ વટાવી જનારાઓમાંથી હતો.
(૩૨) અમે જાણીજોઈને ઈસરાઈલની સંતાનને દુનિયાવાળાઓ ઉપર શ્રેષ્ઠતા આપી.[1]
(૩૩) અને અમે તેમને એવી નિશાનીઓ પ્રદાન કરી, જેમાં સ્પષ્ટ અજમાયશ હતી.
(૩૪) આ લોકો તો આમ જ કહે છે.
(૩૫) કે (અંતિમ વસ્તુ) આ જ અમારૂ પહેલી વખત (દુનિયામાં) મરી જવાનું છે અને અમે બીજી વખત ઉઠાડવામાં આવીશું નહિં.
(૩૬) જો તમે સાચા છો તો અમારા પૂર્વજોને લઈ આવો.
(૩૭) શું આ લોકો બહેતર છે કે તુબ્બાની કોમના લોકો અને જેઓ આમના પહેલા હતા ? અમે તે બધાને બરબાદ કરી દીધા, બેશક તેઓ ગુનેહગાર હતા.[1]
(૩૮) અને અમે ધરતી અને આકાશો અને તેમના વચ્ચેની વસ્તુઓને ખેલ તમાશાના રૂપમાં નથી પેદા કરી.
(૩૯) પરંતુ અમે તેને સત્યપૂર્વક પેદા કરી છે, પરંતુ મોટાભાગના લોકો જાણતા નથી.
(૪૦) બેશક ફેંસલાનો દિવસ તે બધાનો નિશ્ચિત સમય છે.
(૪૧) તે દિવસે કોઈ દોસ્ત બીજા દોસ્તને કંઈ પણ કામ નહિં આવે, અને ન તેમની મદદ કરવામાં આવશે.
(૪૨) સિવાય કે અલ્લાહ જેના ઉપર દયા કરે, તે મોટો શક્તિશાળી અને દયાળુ છે. (ع-૨)