(૯૧) અને તેઓએ જેવી રીતે અલ્લાહની કદર કરવી જોઈએ તેવી રીતે કદર ન કરી, જયારે તેઓએ આવું કહ્યું કે, “અલ્લાહે કોઈ મનુષ્ય પર કશું નથી ઉતાર્યું. તમે કહી દો કે, “મૂસા જે કિતાબ તમારા પાસે લાવ્યા જે લોકો માટે નૂર અને હિદાયત છે તેને કોણે ઉતારી જેને તમે અલગ અલગ કાગળમાં રાખો છો,[36] જેમાંથી થોડું જાહેર કરો છો અને વધારે પડતુ છૂપાવો છો અને તમને તે ઈલ્મ આપવામાં આવ્યું જેને તમે અને તમારા બાપદાદા જાણતા ન હતા.” - બસ તમે એટલું કહી દો કે અલ્લાહ! પછી તેમને તેમની દલીલબાજીઓમાં રમતા છોડી દો.
(૯૨) અને આ પણ એક મુબારક કિતાબ છે, જેને અમે ઉતારી છે, પોતાનાથી પહેલાના (ર્મગ્રંથો)નું સમર્થન કરે છે, જેથી તમે અસલ વસ્તી (મક્કા) અને તેની આસપાસ (ના શહેરો એટલે કે પૂરી દુનિયા)ને બાખબર કરો, અને જે લોકો આખિરત પર ઈમાન રાખે છે તે જ લોકો તેને માનશે અને તેઓ પોતાની નમાઝોની સુરક્ષા કરશે.
(૯૩) અને તેનાથી વધારે જાલિમ કોણ હોઈ શકે જે અલ્લાહ ઉપર જૂઠો આરોપ લગાવે અથવા કહે કે મારી તરફ વહી આવી છે, જયારે કે તેના તરફ કશું નથી આવ્યું, અને જેણે કહ્યું કે જેવી રીતે અલ્લાહે ઉતાર્યું હું પણ ઉતારીશ, જો તમે જાલિમોને મૃત્યુના સખત અઝાબમાં જોશો, જયારે ફરિશ્તાઓ પોતાના હાથ લપકાવીને કહેશે કે, "પોતાનો જીવ નીકાળો, આજે તમને અલ્લાહ પર નાહક આરોપ લગાવવા અને ઘમંડથી તેની આયતોનો ઈન્કાર કરવાના કારણે અપમાનજનક બદલો આપવામાં આવશે."
(૯૪) અને તમે અમારા પાસે એકલા-એકલા આવી ગયા જેવા તમને પ્રથમ વખતે પેદા કર્યા અને તમને જે આપ્યું તેને પાછળ છોડીને આવ્યા અને તમારા ભલામણકર્તાઓ અમને નથી દેખાઈ રહ્યા, જેને તમે પોતાના કામોમાં અમારા ભાગીદાર સમજી રહ્યા હતા, બેશક તમારા સંબંધો તૂટી ગયા અને તમારો ખયાલ તમારાથી ખોવાઈ ગયો. (ع-૧૧)