Surah Al-Ahqaf

સૂરહ અલ-અહકાફ

રૂકૂ : ૧

આયત ૧ થી ૧૦

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

حٰمٓ ۚ (1)

(૧) હા. મીમ.!


تَنْزِیْلُ الْكِتٰبِ مِنَ اللّٰهِ الْعَزِیْزِ الْحَكِیْمِ (2)

(૨) આ કિતાબ અલ્લાહ પ્રભુત્વશાળી હિકમતવાળા તરફથી ઉતરી છે.


مَا خَلَقْنَا السَّمٰوٰتِ وَ الْاَرْضَ وَ مَا بَیْنَهُمَاۤ اِلَّا بِالْحَقِّ وَ اَجَلٍ مُّسَمًّى ؕ وَ الَّذِیْنَ كَفَرُوْا عَمَّاۤ اُنْذِرُوْا مُعْرِضُوْنَ (3)

(૩) અમે આકાશો અને ધરતી અને તે બંનેના વચ્ચેની તમામ વસ્તુઓને સૌથી ઉત્તમ યોજના સાથે એક નિર્ધારિત સમય માટે બનાવી છે, અને કાફિર લોકોને જે વસ્તુથી ડરાવવામાં આવે છે તેનાથી તેઓ મોઢું ફેરવી લે છે.


قُلْ اَرَءَیْتُمْ مَّا تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ اَرُوْنِیْ مَا ذَا خَلَقُوْا مِنَ الْاَرْضِ اَمْ لَهُمْ شِرْكٌ فِی السَّمٰوٰتِ ؕ اِیْتُوْنِیْ بِكِتٰبٍ مِّنْ قَبْلِ هٰذَاۤ اَوْ اَثٰرَةٍ مِّنْ عِلْمٍ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ (4)

(૪) (તમે) કહી દો કે, “ભલા જુઓ તો જેમને તમે અલ્લાહના સિવાય પોકારો છો, જરા મને પણ બતાવો કે તેમણે ધરતીનો કયો ભાગ બનાવ્યો છે અથવા આકાશોમાં ક્યો તેમનો ભાગ છે ? જો તમે સાચા હોવ તો આના પહેલાની કોઈ કિતાબ અથવા કોઈ જ્ઞાન જે નકલ કરવામાં આવતુ હોય, મારા પાસે લાવો.


وَ مَنْ اَضَلُّ مِمَّنْ یَّدْعُوْا مِنْ دُوْنِ اللّٰهِ مَنْ لَّا یَسْتَجِیْبُ لَهٗۤ اِلٰى یَوْمِ الْقِیٰمَةِ وَ هُمْ عَنْ دُعَآئِهِمْ غٰفِلُوْنَ (5)

(૫) અને તેનાથી વધીને વધારે ગુમરાહ બીજો કોણ હશે જે અલ્લાહના સિવાય એવાઓને પોકારે છે, જેઓ કયામત સુધી તેની દુઆ કબૂલ ન કરી શકે પરંતુ તેના પોકારવાથી પણ ગાફેલ હોય.


وَ اِذَا حُشِرَ النَّاسُ كَانُوْا لَهُمْ اَعْدَآءً وَّ كَانُوْا بِعِبَادَتِهِمْ كٰفِرِیْنَ (6)

(૬) અને જયારે લોકોને એકઠા કરવામાં આવશે, તો તેઓ તેમના દુશ્મન બની જશે અને તેમની બંદગીનો સ્પષ્ટ ઈન્કાર કરી દેશે.


وَ اِذَا تُتْلٰى عَلَیْهِمْ اٰیٰتُنَا بَیِّنٰتٍ قَالَ الَّذِیْنَ كَفَرُوْا لِلْحَقِّ لَمَّا جَآءَهُمْ ۙ هٰذَا سِحْرٌ مُّبِیْنٌ ؕ (7)

(૭) અને આ લોકોને જયારે અમારી સ્પષ્ટ આયતો પઢીને સંભળાવવામાં આવે છે તો કાફિર લોકો સત્ય વાત ને જ્યારે કે તેમના પાસે આવી ચૂકી, તો કહી દે છે આ તો ખૂલ્લો જાદૂ છે.


اَمْ یَقُوْلُوْنَ افْتَرٰىهُ ؕ قُلْ اِنِ افْتَرَیْتُهٗ فَلَا تَمْلِكُوْنَ لِیْ مِنَ اللّٰهِ شَیْئًا ؕ هُوَ اَعْلَمُ بِمَا تُفِیْضُوْنَ فِیْهِ ؕ كَفٰى بِهٖ شَهِیْدًۢا بَیْنِیْ وَ بَیْنَكُمْ ؕ وَ هُوَ الْغَفُوْرُ الرَّحِیْمُ (8)

(૮) શું તેઓ કહે છે કે આને તો તેમણે જાતે ઘડી લીધું છે. (તમે) કહી દો કે જો હું જ તેને બનાવી લાવ્યો છું તો તમે મારા માટે અલ્લાહ તરફથી કોઈ વસ્તુનો હક નથી રાખતા. તમે આ કુરઆનના વિશે જે કંઈ વાતો બનાવી રહ્યા છો, તેને અલ્લાહ સારી રીતે જાણે છે, મારા અને તમારા વચ્ચે સાક્ષી માટે તે જ પૂરતો છે અને તે માફ કરનાર મોટો દયાળુ છે.


قُلْ مَا كُنْتُ بِدْعًا مِّنَ الرُّسُلِ وَ مَاۤ اَدْرِیْ مَا یُفْعَلُ بِیْ وَ لَا بِكُمْ ؕ اِنْ اَتَّبِعُ اِلَّا مَا یُوْحٰۤى اِلَیَّ وَ مَاۤ اَنَا اِلَّا نَذِیْرٌ مُّبِیْنٌ (9)

(૯) (તમે) કહી દો કે, “હું કોઈ બિલકુલ નવો પયગંબર તો નથી અને ન મને એની ખબર છે કે મારા સાથે અને તમારા સાથે શું કરવામાં આવશે, હું તો ફક્ત તેનું અનુસરણ કરૂ છું જે મારા તરફ વહી કરવામાં આવે છે અને હું તો ફક્ત સ્પષ્ટ રૂપે સચેત કરી દેનાર છું.”


قُلْ اَرَءَیْتُمْ اِنْ كَانَ مِنْ عِنْدِ اللّٰهِ وَ كَفَرْتُمْ بِهٖ وَ شَهِدَ شَاهِدٌ مِّنْۢ بَنِیْۤ اِسْرَآءِیْلَ عَلٰى مِثْلِهٖ فَاٰمَنَ وَ اسْتَكْبَرْتُمْ ؕ اِنَّ اللّٰهَ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۧ (10)

(૧૦) (તમે) કહી દો કે, “જો આ કુરઆન અલ્લાહ તરફથી જ હોય અને તમે એને ન માન્યુ અને ઈસરાઈલની સંતાનનો એક સાક્ષી તેની સાક્ષી આપી પણ ચૂક્યો હોય અને તે ઈમાન પણ લાવી ચૂક્યો હોય અને તમે વિદ્રોહ કર્યો હોય, તો બેશક અલ્લાહ (તઆલા) જાલિમ જૂથને માર્ગ નથી દેખાડતો.”(ع-)