અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) સાદ ! આ નસીહતવાળા કુરઆનના સોગંદ !
(૨) બલ્કે કાફિરો ઘમંડમાં અને વિરોધમાં પડેલા છે.[1]
(૩) અમે આમના પહેલા પણ કેટલીય કોમોને નષ્ટ કરી નાખી, તેઓએ દરેક પ્રકારની ચીખો-પોકાર કરી પરંતુ તે સમય છૂટકારાનો ન હતો.
(૪) અને કાફિરોને એ વાત પર આશ્ચર્ય થયું કે તેમનામાંથી એક સચેત કરનાર આવી ગયો, અને કહેવા લાગ્યા કે, “આ જાદૂગર અને જૂઠો છે.
(૫) શું આણે આટલા બધા મા'બૂદોનો એક જ મા'બૂદ બનાવી દીધો ? ખરેખર આ ઘણી વિચિત્ર વાત છે.”
(૬) તેમના સરદારો એવું કહેતા નીકળી ગયા કે, “જાઓ, પોતાના મા'બૂદો પર મજબૂત રહો.” બેશક આ વાતમાં કોઈ આશય (સ્વાર્થ) છે.
(૭) અમે તો આવી વાત જૂના ધર્મમાં પણ નથી સાંભળી,[1] આ તો ફક્ત મનઘડંત સિવાય બીજુ કશુ નથી.
(૮) શું આપણા બધામાંથી તેના પર (અલ્લાહની) વહી ઉતારવામાં આવી છે ? હકીકતમાં આ લોકો મારી વહી બાબતે શંકામાં છે.[1] બલ્કે (સાચું એ છે કે) તેમણે મારી યાતનાઓનો સ્વાદ હજુ ચાખ્યો નથી.
(૯) શું તેમના પાસે તારા પ્રભુત્વશાળી રબની કૃપાનાખજાના છે ?
(૧૦) અથવા આકાશો અને ધરતી અને તેના વચ્ચેની દરેક વસ્તુના માલિક આ લોકો જ છે ? તો પછી આ લોકો દોરડું તાણીને ચઢી જાય.
(૧૧) આ પણ (વિશાળ) સેનાઓમાંથી પરાજિત (નાની) સેના છે.
(૧૨) આમના પહેલા નૂહની કોમ અને આદ અને ખૂંટાવાળા ફિરઔને[1] ખોટા ઠેરવ્યા હતા.
(૧૩) અને સમૂદ અને લૂતની કોમો અને ઐકાવાળાઓએ પણ, આ જ (વિશાળ) સેનાઓ હતી.
(૧૪) આમનામાંથી એક પણ કોમ એવી ન હતી કે જેણે રસૂલોને ખોટા ઠેરવ્યા ન હોય, તો મારો અઝાબ તેમના પર સાબિત થઈ ગયો. (ع-૧)