Surah Al-Ma'un
સૂરહ અલ-માઉન
સૂરહ અલ-માઉન
સૂરહ અલ-માઉન (૧૦૭)
સદ્વ્યવ્હાર
સૂરહ અલ-માઉન[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં સાત (૭) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) શું તમે (તેને પણ) જોયો જે બદલા (ના દિવસે) ને જૂઠાડે છે ?
(૨) આ તે જ છે જે અનાથ (યતીમ)ને ધક્કા મારે છે.[2]
(૩) અને ગરીબને ખાવા ખવડાવવાની પ્રેરણા (ઉત્તેજના) નથી આપતા.
(૪) તે નમાઝીઓ માટે “વેલ” (જહન્નમની એક જગ્યા) છે.
(૫) જેઓ પોતાની નમાઝોથી ગાફેલ (બેદરકાર) છે.[3]
(૬) જેઓ 'દેખાડો' (લોકોને બતાવવા માટે) કરે છે.
(૭) અને વપરાશમાં આવવાવાળી વસ્તુઓ પણ રોકે છે.[4] (ع-૧)