(૧૩) અને તમે તેમના સામે એક ઉદાહરણ (એટલે કે એક) વસ્તીવાળાઓનો કિસ્સો (તે સમયનો) સંભળાવો, જ્યારે કે તે વસ્તીમાં ઘણાં રસૂલો આવ્યા.
(૧૪) જ્યારે અમે તેમના તરફ બે રસૂલોને મોકલ્યા, તો તે લોકોએ (પહેલા) તે બંનેને ખોટા ઠેરવ્યા પછી અમે ત્રીજાથી સમર્થન આપ્યુ તો તે બધા એ કહ્યું કે, “અમે તમારા તરફ રસૂલની હેસિયતથી મોકલવામાં આવ્યા છીએ.”[1]
(૧૫) લોકોએ કહ્યું કે, “તમે તો અમારા જેવા સામાન્ય મનુષ્ય છો, અને રહમાને કોઈ વસ્તુ નથી ઉતારી, તમે તો ફક્ત જૂઠ બોલો છો.”
(૧૬) તો રસૂલોએ કહ્યું કે, “અમારો રબ જાણે છે કે બેશક અમે તમારા તરફ રસૂલ બનાવીને મોકલવામાં આવ્યા છીએ.
(૧૭) અને અમારૂ કર્તવ્ય તો ફક્ત સ્પષ્ટ રૂપે સંદેશો પહોંચાડી દેવાનું છે.”
(૧૮) તેમણે કહ્યું કે, “અમે તો તમને અશુભ સમજીએ છીએ, જો તમે ન અટક્યા તો અમે તમને પથ્થરોથી મારીને તમારૂ કામ પુરૂં કરી દઈશું અને તમને અમારા તરફથી સખત સજા પહોંચશે.”
(૧૯) તેમણે (રસૂલોએ) કહ્યું કે, “તમારૂ અશુભ તો તમારા સાથે જ વળગેલું છે, શું તમે તેને (અશુભ સમજો છો) એટલા માટે કે તમને તાલીમ આપવામાં આવી ? બલ્કે તમે તો હદથી વધી જનારા છો.”
(૨૦) અને એક વ્યક્તિ તે શહેરના અંતિમ છેડેથી દોડતો આવ્યો, કહેવા લાગ્યો કે, “હે મારી કોમના લોકો ! આ રસૂલોના માર્ગ પર ચાલો.[1]
(૨૧) એવા લોકોના માર્ગ પર ચાલો જેઓ તમારા પાસે કોઈ બદલો નથી માંગતા અને તેઓ સાચા માર્ગ પર છે.
(૨૨) અને મને શું થઈ ગયું છે કે હું તેની બંદગી ન કરૂં જેણે મને પેદા કર્યો અને તમારે બધાએ તેના તરફ જ પાછા ફરવાનું છે ?
(૨૩) શું હું તેને છોડીને એવાને મા'બૂદ બનાવી લઉં, જો કે(અલ્લાહ) દયાળુ(રહમાન) મને કોઈ નુક્સાન પહોંચાડવા ચાહે તો તેમની ભલામણ મને કશો પણ ફાયદો પહોંચાડી ન શકે અને ન તેઓ મને બચાવી શકે ?[1]
(૨૪) પછી તો હું ચોક્કસ સ્પષ્ટ ગુમરાહી (પથભ્રષ્ટતા)માં છું.
(૨૫) મારૂ સાંભળો ! હું તો (સાફ દિલથી) તમારા બધાના રબ પર ઈમાન લાવી ચૂક્યો.”
(૨૬) તેને કહેવામાં આવ્યું કે, “જન્નતમાં ચાલ્યો જા.” કહેવા લાગ્યો, “કાશ કે મારી કોમને પણ આ ખબર હોત.
(૨૭) કે મને મારા રબે માફ કરી દીધો અને મને પ્રતિષ્ઠિત વ્યક્તિમાંથી કરી દીધો.”[1]
(૨૮) અને ત્યાર પછી અમે તેની કોમ પર આકાશમાંથી કોઈ લશ્કર નથી ઉતાર્યુ, અને ન આવી રીતે અમે ઉતારીએ છીએ.
(૨૯) તે તો ફક્ત (એક) જોરદાર ધડાકો હતો કે અચાનક તેઓ બધા બુઝાઈને રહી ગયા.
(૩૦) (આવા) બંદાઓ પર અફસોસ! કદી પણ કોઈ રસૂલ તેમના પાસે નથી આવ્યા જેમનો તેઓએ મજાક ન ઉડાવ્યો હોય.
(૩૧) શું તેમણે જોયું નહિ કે તેમના પહેલા અમે કેટલીય કોમોને નષ્ટ કરી દીધી, કે તેઓ તેમના તરફ[1] ક્યારેય પાછા નહિ ફરે ?
(૩૨) અને નથી કોઈ સમૂહ પરંતુ એ કે તે બધાને જમા કરીને અમારા સમક્ષ હાજર કરવામાં આવશે. (ع-૨)