(૨૧) બેશક જે લોકો અલ્લાહ (તઆલા)ની આયતોથી કુફ્ર કરે છે, અને નબીઓને નાજાઈઝ (નાહક) કતલ કરે છે અને જે લોકો ન્યાયની વાતો કરે, તેમને પણ કતલ કરે છે તો (અય નબી) તમે તેમને મોટા અઝાબથી ખબરદાર કરી દો.
(૨૩) શું તમે તેમને નથી જોયા, જેમને કિતાબનો એક ભાગ આપવામાં આવ્યો છે, તેઓને પોતાના પરસ્પરના નિર્ણયો માટે અલ્લાહ (તઆલા)ની કિતાબ તરફ બોલાવવામાં આવે છે, પછી પણ તેમનું એક જૂથ મોઢું ફેરવી પાછું ફરે છે.
(૨૫) પછી શું હાલત થશે જયારે તેમને અમે તે દિવસે જમા કરીશું, જેના આવવામાં કોઈ શંકા નથી, અને દરેક વ્યક્તિને પોતાની કમાણીનો બદલો આપી દેવામાં આવશે અને તેમના ઉપર જુલ્મ કરવામાં નહિં આવે.
(૨૬) તમે કહી દો, અય અલ્લાહ, અય સમગ્ર સૃષ્ટિના માલિક, તું જેને ઈચ્છે રાજય આપે અને જેનાથી ઈચ્છે રાજય છીનવી લે અને તુ જેને ચાહે સન્માન આપે અને જેને ચાહે અપમાનિત કરી દે, તારા જ હાથોમાં બધી ભલાઈઓ છે. બેશક તું દરેક વસ્તુ ૫૨ કુદરત ધરાવે છે.
(૨૭) તું જ રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં દાખલ કરે છે, તું જ નિર્જીવમાંથી સજીવને પેદા કરે છે, અને સજીવમાંથી નિર્જીવને પેદા કરે છે, તું જ છે કે જેને ઈચ્છે છે બેહિસાબ રોજી આપે છે.
(૨૮) મોમીનોને જોઈએ કે ઈમાનવાળાઓને છોડીને કાફિરોને પોતાના દોસ્ત ન બનાવે, અને જે આવું કરશે તે અલ્લાહ (તઆલા)ના તરફેણમાં નથી, પરંતુ એ કે તેમના (ડર) થી કોઈ પ્રકારની સુરક્ષાનો ઈરાદો હોય, અને અલ્લાહ (તઆલા) તમને પોતાનાથી ડરાવી રહ્યો છે અને અલ્લાહ (તઆલા) તરફ પાછા ફરવાનું છે.
(૨૯) કહી દો કે, ભલે તમે પોતાના દિલની વાતો છુપાવો અથવા જાહેર કરો, અલ્લાહ (તઆલા) બધાને જાણે છે, આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે બધું જાણે છે, અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત (સંપૂર્ણ પ્રભુત્વ) ધરાવનારો છે.
(૩૦) જે દિવસે દરેક વ્યક્તિ પોતાની કરેલ ભલાઈ અને બૂરાઈને હાજર પામશે, તમન્ના કરશે કે કાશ! તેના અને ગુનાહની વચ્ચે ધણી દૂરી હોત. અલ્લાહ (તઆલા) તમને પોતાના થી ડરાવી રહ્યો છે અને અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓ પર ઘણો મહેરબાન છે.