(૧૧) જે લોકો આ ઘણો મોટો આરોપ ઘડી લાવ્યા છે[1] તે પણ તમારામાંથી એક જૂથ છે,[2] તમે તેને પોતાના માટે ખરાબ ન સમજો, પરંતુ આ તો તમારા હકમાં બહેતર છે, હાં, તેમનામાંથી પ્રત્યેક પર એટલો જ ગુનોહ છે જેટલો તેણે કમાયો છે અને તેમનામાંથી જેણે તેના ઘણા મોટા હિસ્સાને અંજામ આપ્યો છે, તેના માટે સજા પણ ઘણી સખત છે.[3]
(૧૨) તેને સાંભળતાં જ મુસલમાન પુરૂષો અને સ્ત્રીઓએ પોતાના હકમાં સારો વિચાર કેમ ન કર્યો અને કેમ ન કહી દીધુ કે આ તો ખુલ્લો આરોપ છે ?[1]
(૧૩) તે લોકો આના પર ચાર ગવાહ કેમ ન લાવ્યા ? અને જ્યારે ગવાહ નથી લાવ્યા તો આ આરોપ મૂકનાર લોકો બેશક અલ્લાહની નજીક ફક્ત જૂઠા છે.
(૧૪) અને જો તમારા ઉપર દુનિયા અને આખિરતમાં અલ્લાહની કૃપા અને દયા ન હોત તો બેશક તમે જે વાતની ચર્ચા શરૂ કરી રાખી હતી તેના બદલામાં તમને ઘણો મોટો અઝાબ પહોંચતો.
(૧૫) જ્યારે કે તમે પોતાના મોઢાંથી આની ચર્ચા પરસ્પર કરવા લાગ્યા અને પોતાના મોઢાંથી એવી વાત કહેવા લાગ્યા જેની તમને કદી ખબર ન હતી, જો કે તમે તેને સામાન્ય વાત સમજતા રહ્યા, પરંતુ અલ્લાહની નજીક તે ઘણી મોટી વાત હતી.
(૧૬) અને તમે વાત સાંભળતા જ કેમ કહી ન દીધું કે, “અમને આવી વાત મોઢાંથી કાઢવી પણ શોભતી નથી ? હે અલ્લાહ તું તો પવિત્ર છે, આ તો ઘણો મોટો આરોપ છે.”
(૧૭) અલ્લાહ (તઆલા) તમને ચેતવણી આપે છે કે પછી ક્યારેય આવું કામ ન કરતા, જો તમે સાચા ઈમાનવાળા હોવ.
(૧૮) અને અલ્લાહ (તઆલા) તમારા સામે પોતાની આયતોનું વર્ણન કરી રહ્યો છે, અને અલ્લાહ (તઆલા) જાણવાવાળો અને હિકમતવાળો છે.
(૧૯) જે લોકો મુસલમાનોમાં બૂરાઈ ફેલાવવાની ઈચ્છા રાખે છે, તેમના માટે દુનિયા અને આખિરતમાં દુઃખદાયી સજાઓ છે,[1] અને અલ્લાહ (તઆલા) બધું જ જાણે છે અને તમે કશું નથી જાણતા.
(૨૦) અને જો તમારા ઉપર અલ્લાહની કૃપા અને દયા ન હોત, અને એ પણ કે અલ્લાહ (તઆલા) ઘણો માયાળુ અને દયાળુ છે. (તો તમારા ઉપર અઝાબ આવી જતો) (ع-૨)