(૧૩૯) અને ચોક્કસપણે યૂનુસ નબીઓમાંથી હતો.
(૧૪૦) જ્યારે તે ભાગીને ભરેલી નૌકા પર પહોંચ્યો.
(૧૪૧) પછી નામ નીકાળવામાં આવ્યુ તો તે પરાજિત થઈ ગયો.
(૧૪૨) તો પછી તેને માછલી ગળી ગઈ અને તે પોતે પોતાને ધિક્કારવા લાગી ગયો.
(૧૪૩) જો તે તસ્બીહ (મહિમાગાન) કરનારાઓમાં ન હોત.
(૧૪૪) તો લોકોને ઉઠવવામાં આવવાના દિવસ સુધી માછલીના પેટમાં રહેતો.
(૧૪૫) તો અમે તેને સપાટ મેદાનમાં નાખી દીધો અને તે સમયે તે બિમાર હતો.
(૧૪૬) અને તેના ઉપર છાંયડો કરવાવાળી એક વેલ અમે ઉગાડી દીધી.[1]
(૧૪૭) અને અમે તેને એક લાખ કે તેનાથી પણ વધારે લોકો તરફ મોકલ્યો.
(૧૪૮) તો તેઓ ઈમાન લાવ્યા અને અમે એક મુદ્ત સુધી તેમને સુખ-સુવિધા (એશો-આરામ) પ્રદાન કર્યા.
(૧૪૯) તેમને પૂછો કે, “શું તમારા રબ માટે તો પુત્રીઓ છે અને તેમના માટે પુત્રો છે ?
(૧૫૦) અથવા આ લોકો તે સમયે હાજર હતા જયારે અમે ફરિશ્તાઓને સ્ત્રીઓ બનાવી?
(૧૫૧) ખબરદાર રહો કે આ લોકો પોતાની ઉપજાવી કાઢેલી વાત કહી રહ્યા છે.
(૧૫૨) કે અલ્લાહ સંતાન ધરાવે છે, બેશક આ લોકો ફક્ત જૂઠા છે.
(૧૫૩) શું અલ્લાહ (તઆલા)એ પોતાના માટે પુત્રીઓને પુત્રો પર પ્રાથમિકતા આપી?
(૧૫૪) તમને શું થઈ ગયું છે, કેવા ફેંસલા કરો છો ?
(૧૫૫) શું તમે આટલુ પણ નથી સમજતા ?
(૧૫૬) અથવા તમારા પાસે કોઈ સ્પષ્ટ સાબિતી છે ?
(૧૫૭) તો જાઓ, જો સાચા છો તો તમારી જ કિતાબ લઈ આવો.
(૧૫૮) અને આ લોકોએ તો અલ્લાહના અને જિન્નાતના વચ્ચે પણ સંબંધ કાયમ કર્યો છે, અને જ્યારે કે જિન્નાત પોતે ઈલ્મ ધરાવે છે કે તેઓ (આવી માન્યતાના લોકો અઝાબના સામે) રજૂ કરવામાં આવશે.
(૧૫૯) જે કંઈ આ લોકો (અલ્લાહના વિશે) વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ (તઆલા) પવિત્ર છે.
(૧૬૦) સિવાય અલ્લાહ (તઆલા) ના પવિત્ર બંદાઓના.
(૧૬૧) વિશ્વાસ કરો કે તમે બધા અને તમારા (જૂઠા) મા'બૂદો.
(૧૬૨) કોઈ એકને પણ બહેકાવી નથી શકતા.
(૧૬૩) સિવાય તે લોકોના જેઓ જહન્નમમાં જવાના જ છે.
(૧૬૪) (ફરિશ્તાઓનો બોલ છે) કે, "અમારામાંથી દરેકનું એક સ્થાન નિશ્ચિત છે.
(૧૬૫) અને અમે (અલ્લાહની ફરમાબરદારીમાં) હારબદ્ધ ઊભા છીએ.
(૧૬૬) અને તેની તસ્બીહ (પવિત્રતાનો જાપ) કરી રહ્યા છીએ."[1]
(૧૬૭) અને કાફિરો તો કહ્યા કરતા હતા.
(૧૬૮) કે જો અમારા પાસે આગળના લોકોનો ઝિક્ર (સ્મૃતિ) હોત.
(૧૬૯) તો અમે પણ અલ્લાહના પસંદ કરેલા બંદાઓમાંથી થઈ જતા.[1]
(૧૭૦) પરંતુ આ પછી આના (કુરઆન)થી કુફ્ર (ઈન્કાર) કરી ગયા તો જલ્દી જાણી લેશે.[1]
(૧૭૧) અને બેશક અમારો વાયદો પહેલાથી જ અમારા રસૂલોના માટે લાગુ થઈ ચૂક્યો છે
(૧૭૨) કે બેશક તે લોકોની મદદ કરવામાં આવશે.
(૧૭૩) અને અમારી સેના પ્રભાવી રહેશે.
(૧૭૪) હવે તમે થોડાંક દિવસો સુધી આમનાથી મોઢું ફેરવી લો.
(૧૭૫) અને તેમને જોતા રહો, અને આ લોકો પણ આગળ જઈને જોઈ લેશે.
(૧૭૬) શું આ લોકો અમારી યાતનાઓની ઉતાવળ કરી રહ્યા છે ?
(૧૭૭) (સાંભળો!) જ્યારે અમારો અઝાબ તેમના મેદાનોમાં આવશે તે સમયે તેમની જેમને સાવધાન કરી દેવામાં આવ્યા હતા,[1] ખૂબ બૂરી સવાર હશે.
(૧૭૮) અને તમે થોડાંક સમય સુધી તેમનું ધ્યાન છોડી દો.
(૧૭૯) અને જોતા રહો, આ લોકો પણ હમણાં જોઈ લેશે.
(૧૮૦) પવિત્ર છે તમારો રબ, જે મહાન પ્રતિષ્ઠાવાળો છે, તે તમામ વાતોથી જે (મૂર્તિપૂજકો) કહ્યા કરે છે.[1]
(૧૮૧) અને સલામ છે પયગંબરો ઉપર,
(૧૮૨) અને તમામ પ્રશંસા અલ્લાહ સમગ્ર સૃષ્ટિના રબ માટે જ છે.[1] (ع-૫)