(૨૪૯)પછી જ્યારે તાલૂત સેના લઈ નીકળ્યો તો કહ્યું સાંભળો! એક નદી ના જરીએ અલ્લાહને તમારી કસોટી કરવી છે તો જે તેમાંથી પાણી પીએ તે મારો નથી અને જે તેમાંથી ન પીએ તે મારો છે, તે વાત અલગ છે જે પોતાના હાથથી એક ખોબો ભરી લે, તો થોડાકના સિવાય બાકી બધાએ પાણી પી લીધું, (હઝરત) તાલૂત જ્યારે નદીથી પાર થઈ ગયા અને જે તેમના સાથે ઈમાનવાળા હતા તો તેમણે કહ્યું કે આજે તો અમારામાં શક્તિ નથી કે જાલૂત અને તેના સૈન્યથી લડીએ,પરંતુ જેમને અલ્લાહથી મળવાનું યકીન હતું તેમણે કહ્યું કે ઘણી નાની જમાઅત અલ્લાહના હુકમથી મોટી જમાઅત પર વિજય પ્રાપ્ત કરી લે છે અને અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે.
(૨૫૦) અને જ્યારે તેમનો જાલૂત અને તેના સૈન્યથી મુકાબલો થયો, તો તેમણે દુઆ કરી, “હે અમારા પાલનહાર ! અમને સબ્ર આપ અને અમારા કદમ જમાવી દે અને કાફિર કોમ પર અમારી મદદ કર.”
(૨૫૧) છેવટે તેમને અલ્લાહના હુકમથી પરાજિત કરી દીધા અને દાઉદે જાલૂતને કતલ કરી દીધો, અને અલ્લાહે તેને મુલ્ક અને હિકમત અને જેટલુ ઈચ્છ્યું ઇલ્મ પણ આપ્યું અને જો અલ્લાહ કેટલાક લોકોને બીજા જૂથોથી હટાવતો ન રહેતો તો ધરતીમાં ફસાદ ફેલાઈ જતો, પરંતુ અલ્લાહ દુનિયાના લોકો પર મોટો ફઝલ કરનાર છે.
(૨૫૩) આ રસૂલો છે, જેમનામાંથી અમે કેટલાકને કેટલાક પર શ્રેષ્ઠતા આપી છે એમાંથી કેટલાક સાથે અલ્લાહે વાત કરી છે અને કેટલાકનો દરજજો બુલંદ કર્યો છે અને અમે મરયમના પુત્ર ઈસાને કેટલાક ચમત્કાર આપ્યા અને પવિત્ર રૂહથી તેમનું સમર્થન કરાવ્યું જો અલ્લાહ ઈચ્છત તો તેમના પછી આવનારાઓ પોતાના પાસે નિશાનીઓ આવી ગયા પછી કદી પણ અંદરો અંદર લડાઈ ઝઘડા ન કરતા, પરંતુ તે લોકોએ મતભેદ કર્યો, તેમનામાંથી કેટલાકે ઈમાન કબૂલ કર્યું અને કેટલાક કાફિર થયા, અને જો અલ્લાહ (તઆલા) ઈચ્છત તો તેઓ અંદરો અંદર ન લડતા પરંતુ અલ્લાહ (તઆલા) જે ઈચ્છે છે, કરે છે.