Surah An-Nahl

સૂરહ અન્-નહલ

રૂકૂઅ : ૧૦

આયત ૭૧ થી ૭૬

وَ اللّٰهُ فَضَّلَ بَعْضَكُمْ عَلٰى بَعْضٍ فِی الرِّزْقِ ۚ فَمَا الَّذِیْنَ فُضِّلُوْا بِرَآدِّیْ رِزْقِهِمْ عَلٰى مَا مَلَكَتْ اَیْمَانُهُمْ فَهُمْ فِیْهِ سَوَآءٌ ؕ اَفَبِنِعْمَةِ اللّٰهِ یَجْحَدُوْنَ (71)

(૭૧) અને અલ્લાહે જ તમારામાંથી એકને બીજા પર રોજીમાં શ્રેષ્ઠતા પ્રદાન કરી રાખી છે, પરંતુ જેમને શ્રેષ્ઠતા પ્રદાન કરવામાં આવી છે તેઓ પોતાની રોજીને પોતાના આધીન ગુલામોને નથી આપતા કે જેથી તેઓ બંને રોજીમાં બરાબરના હિસ્સેદાર બની જાય, તો શું આ લોકો અલ્લાહના ઉપકારોનો ઈન્કાર કરી રહ્યા છે?


وَ اللّٰهُ جَعَلَ لَكُمْ مِّنْ اَنْفُسِكُمْ اَزْوَاجًا وَّ جَعَلَ لَكُمْ مِّنْ اَزْوَاجِكُمْ بَنِیْنَ وَ حَفَدَةً وَّ رَزَقَكُمْ مِّنَ الطَّیِّبٰتِ ؕ اَفَبِالْبَاطِلِ یُؤْمِنُوْنَ وَ بِنِعْمَتِ اللّٰهِ هُمْ یَكْفُرُوْنَۙ (72)

(૭૨) અને અલ્લાહે તમારા માટે તમારામાંથી જ તમારી પત્નીઓ પેદા કરી અને તમારી પત્નીઓથી તમારા પુત્રો અને પૌત્રો પેદા કર્યા અને તમને સારી-સારી વસ્તુઓ ખાવા માટે આપી, તો શું. પછી પણ લોકો જૂઠ પર ઈમાન લાવશે ? અને અલ્લાહ (તઆલા) ની ને'મતોની નાશુક્રી કરશે?


وَ یَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَمْلِكُ لَهُمْ رِزْقًا مِّنَ السَّمٰوٰتِ وَ الْاَرْضِ شَیْئًا وَّ لَا یَسْتَطِیْعُوْنَۚ (73)

(૭૩) અને તે લોકો અલ્લાહ (તઆલા) ના સિવાય તેમની બંદગી કરે છે જે આકાશો અને ધરતીમાંથી તેમને કશુ પણ રોજી નથી આપી શકતા અને ન કોઈ તાકાત રાખે છે.


فَلَا تَضْرِبُوْا لِلّٰهِ الْاَمْثَالَ ؕ اِنَّ اللّٰهَ یَعْلَمُ وَ اَنْتُمْ لَا تَعْلَمُوْنَ (74)

(૭૪) તો અલ્લાહ (તઆલા)ના માટે દષ્ટાંતો ન બનાવો, અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે અને તમે નથી જાણતા.


ضَرَبَ اللّٰهُ مَثَلًا عَبْدًا مَّمْلُوْكًا لَّا یَقْدِرُ عَلٰى شَیْءٍ وَّ مَنْ رَّزَقْنٰهُ مِنَّا رِزْقًا حَسَنًا فَهُوَ یُنْفِقُ مِنْهُ سِرًّا وَّ جَهْرًا ؕ هَلْ یَسْتَوٗنَ ؕ اَلْحَمْدُ لِلّٰهِ ؕ بَلْ اَكْثَرُهُمْ لَا یَعْلَمُوْنَ (75)

(૭૫) અલ્લાહ (તઆલા) એક દષ્ટાંત આપી રહ્યો છે કે એક ગુલામ છે બીજાની માલિકીનો જે કોઈ વાતનો અધિકાર નથી ધરાવતો અને એક બીજો વ્યક્તિ છે જેને અમે પોતાના પાસેથી ઉમદા ધન આપી રાખ્યું છે, તેમાંથી તે છૂપાવીને અને જાહેરમાં ખર્ચ કરે છે, શું આ બંને સમાન હોઈ શકે છે? અલ્લાહ (તઆલા) માટે જ તમામ પ્રશંસા છે બલ્કે તેમનામાંથી મોટાભાગના જાણતા નથી.


وَ ضَرَبَ اللّٰهُ مَثَلًا رَّجُلَیْنِ اَحَدُهُمَاۤ اَبْكَمُ لَا یَقْدِرُ عَلٰى شَیْءٍ وَّ هُوَ كَلٌّ عَلٰى مَوْلٰىهُ ۙ اَیْنَمَا یُوَجِّهْهُّ لَا یَاْتِ بِخَیْرٍ ؕ هَلْ یَسْتَوِیْ هُوَ ۙ وَ مَنْ یَّاْمُرُ بِالْعَدْلِ ۙ وَ هُوَ عَلٰى صِرَاطٍ مُّسْتَقِیْمٍ ۧ (76)

(૭૬) અને અલ્લાહ (તઆલા) એક બીજુ દષ્ટાંત આપે છે બે વ્યક્તિઓનું જેમાંથી એક મૂંગો-બહેરો છે અને કોઈ વસ્તુ પર અધિકાર નથી રાખતો બલ્કે તે પોતાના માલિક પર બોજ છે, જ્યાં પણ તેને મોકલે તો તે કોઈ ભલાઈ નથી લાવતો. બીજી તે વ્યક્તિ છે જે ન્યાયનો હુકમ આપે છે અને છે પણ સીધા માર્ગ પર, શું આ બંને સમાન હોઈ શકે છે? (ع-૧૦)