Surah Ali 'Imran
સૂરહ આલે ઈમરાન
સૂરહ આલે ઈમરાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૩૧) કહી દો, જો તમે અલ્લાહ (તઆલા)થી મોહબ્બત કરો છો તો મારૂ અનુસરણ કરો, અલ્લાહ (તઆલા) પોતે તમારાથી મોહબ્બત કરશે અને તમારા ગુનાહ માફ કરી દેશે [17]અને અલ્લાહ (તઆલા) ઘણો માફ
કરવાવાળો અને મહેરબાન છે.
(૩૨) કહી દો, કે અલ્લાહ (તઆલા) અને રસૂલનું આજ્ઞાપાલન કરો, જો તેઓ મોઢું ફેરવી લે તો બેશક અલ્લાહ (તઆલા) કાફિરોને દોસ્ત નથી રાખતો.[18]
(૩૩) બેશક અલ્લાહ (તઆલા)એ તમામ લોકોમાંથી આદમને અને નૂહને અને ઈબ્રાહીમના પરિવારને અને ઈમરાનના પરિવારને ચૂંટી લીધા.
(૩૪) કે આ બધા પરસ્પર એકબીજાના વંશથી છે અને અલ્લાહ (તઆલા) બધુંજ સાંભળે અને જાણે છે.
(૩૫) જ્યારે ઈમરાનની પત્નીએ કહ્યું કે, હે મારા પાલનહાર! મારા ગર્ભમાં જે કંઈ પણ છે તેને તારા નામથી આઝાદ કરવાની[19] મન્નત માની લીધી તો તું તેને કબૂલ કર, બેશક તું સારી રીતે સાંભળનાર અને જાણનાર છે.
(૩૬) જયારે બાળકીને જન્મ આપ્યો તો કેહવા લાગી, મારા રબ! મને તો પુત્રી થઈ છે, અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે કે શું જન્મ આપ્યું છે, અને પુત્ર પુત્રીની જેમ નથી, મેં તેનું નામ મરયમ રાખ્યું છે, હું તેને અને તેની સંતાનને ધુત્કારી દીધેલ શયતાનથી તારી પનાહમાં આપું છું.[20]
(૩૭) તેને તેના રબે સારી રીતે કબૂલ કર્યું અને તેનું સૌથી સારૂ પાલન-પોષણ કરાવ્યું, તેના સંરક્ષક (નિગેહબાન) ઝકરિયાને બનાવી દીધા.[21] જયારે પણ ઝકરિયા તેમના કમરામાં જતા તો તેમની પાસે રોજી (ફળ-ફળાદી) મુકેલી જોતા હતા.[22] તે પૂછતા કે, હે મરયમ! તમારી પાસે આ રોજી ક્યાંથી આવી? તે જવાબ આપતી આ અલ્લાહ (તઆલા) ના પાસેથી છે, બેશક અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે બેશુમાર રોજી આપે છે.
(૩૮) તે જ જગ્યા પર ઝકરિયા (અ.સ.)એ પોતાના પાલનહારથી દુઆ કરી, કહ્યું કે અય મારા પાલનહાર! મને તારી પાસેથી નેક સંતાન આપ, બેશક તું દુઆ સાંભળનાર છે.
(૩૯) પછી ફરિશ્તાઓએ પોકાર્યું જયારે કે તે કમરામાં ઊભા રહી નમાઝ પઢી રહ્યા હતા કે અલ્લાહ (તઆલા) તને યાહ્યાની વાસ્તવિક ખુશખબર આપે છે.[23] જે અલ્લાહ (તઆલા)ના કલમાનું સમર્થન કરવાવાળો,[24] સરદાર, પરહેઝગાર અને નબી હશે નેક લોકોમાંથી.
(૪૦) કહેવા લાગ્યા, હે મારા રબ! મારે ત્યાં પુત્ર કેવી રીતે થશે? હું ખૂબજ વૃધ્ધ થઈ ગયો છું અને મારી પત્ની વાંઝણી છે, કહ્યું આ રીતે અલ્લાહ (તઆલા) જે ઈચ્છે તે કરે છે.
(૪૧) કહેવા લાગ્યા, રબ! મારા માટે તેની કોઈ નિશાનીબનાવી આપ, કહ્યું નિશાની એ છે કે ત્રણ દિવસ સુધી તું લોકોથી વાત નહિં કરી શકે, ફક્ત ઈશારાથી સમજાવીશ, તું પોતાના રબનો ઝિક્ર (સ્મરણ) વધારે કર અને સવારે તથા સાંજે તેની મહાનતાનું વર્ણન કર.