(૩૨) (હે રસૂલ!) તમે કહી દો કે, “તે સાજ-સજ્જા કોણે હરામ કરી છે જેને અલ્લાહે પોતાના બંદાઓ માટે પેદા કરી છે અને પવિત્ર રોજીને ” તમે કહી દો, “તે દુનિયાની જિંદગીમાં એવા લોકો માટે છે જેમણે યકીન કર્યું (અને) ખાસ કરીને કયામતના દિવસમાં તેમના માટે જ છે અમે આયતોનું આવી રીતે વિગતવાર વર્ણન કરી રહ્યા છીએ તે લોકો માટે જેઓ ઈલ્મવાળા છે.”
(૩૩) તમે કહી દો કે, “મારા રબે તમામ છૂપી અને ખુલી અશ્લિલતાની વાતોને હરામ કરી છે અને ગુનાહ અને નાહક જુલમ કરવાને” અને અલ્લાહના સાથે કોઈ એવાને ભાગીદાર બનાવો જેની કોઈ દલીલ નથી ઉતારી અને અલ્લાહ પર એવી વાતો કહો જેના વિશે તમે જાણતા ન હોય.”
(૩૪) અને દરેક કોમ (સમુદાય)નો એક નિશ્ચિત સમય છે પછી જયારે કોઈ કોમનો નિશ્ચિત સમય આવી જાય તો એક ક્ષણનું પણ મોડું કે વહેલું થતુ નથી.
(૩૫) હે આદમની સંતાનો! જો તમારા પાસે તમારામાંથી મારા રસૂલ આવે જે તમારા સામે મારી આયતો પઢીને સંભળાવે તો જેઓ પરહેઝગારી અપનાવશે અને સુધાર કરી લેશે તેમના પર ન કોઈ ડર હશે ન તેઓ દુઃખી હશે.
(૩૬) અને જેમણે અમારી આયતોનો ઈન્કાર કર્યો અને તેનાથી ઘમંડ કર્યો તેઓ જ જહન્નમી છે, જયાં તેઓ હંમેશા રહેશે.
(૩૭) તેનાથી મોટો જાલિમ કોણ હશે જેણે અલ્લાહ પર જૂઠ બાંધ્યુ અથવા તેની આયતોને જૂઠાડી દીધી, તેમને કિતાબમાંથી નિર્ધારિત હિસ્સો પહોંચશે, એટલે સુધી કે જયારે તેમની પાસે અમારા ફરિશ્તા તેમનો જીવ કાઢવા આવશે તો કહેશે, “તેઓ ક્યાં છે જેમને તમે અલ્લાહના સિવાય પોકારતા રહ્યા ?” તેઓ કહેશે, “અમારાથી ખોવાઈ ગયા” અને પોતાને કાફિર હોવાનું પોતે કબૂલ કરી લેશે.
(૩૮) (અલ્લાહ) ફરમાવશે કે, “જિન્નાતો અને મનુષ્યોના તે જૂથોની સાથે જે તમારાથી પહેલા પસાર થઈ ગયા! જહન્નમમાં દાખલ થઈ જાઓ, જયારે કોઈ જૂથ દાખલ થશે તો બીજાને લા'નત (ધિક્કાર) કરશે, એટલે સુધી કે જયારે તેમાં (જહન્નમમાં) બધા ભેગા થઈ જશે તો તેમના પાછળના પોતાના આગળનાઓના વિષે કહેશે કે, “અય અમારા રબ! તેમણે જ અમને ગુમરાહ કર્યા તો તું એમને જહન્નમની બમણી સજા આપ”, (અલ્લાહ) ફરમાવશે કે, “બધા માટે બમણી સજા છે પરંતુ તમે જાણતા નથી.”
(૩૯) અને આગળના પોતાના પાછળનાઓને કહેશે કે, “અમારા ઉપર તમારી કોઈ શ્રેષ્ઠતા નથી, એટલા માટે તમે પણ પોતાના કર્મો મુજબ અઝાબની મજા ચાખો.”(ع-૪)