Surah Al-Saba

સૂરહ સબા

રૂકૂ : ૬

આયત ૪૬ થી ૫૪

قُلْ اِنَّمَاۤ اَعِظُكُمْ بِوَاحِدَةٍ ۚ اَنْ تَقُوْمُوْا لِلّٰهِ مَثْنٰى وَ فُرَادٰى ثُمَّ تَتَفَكَّرُوْا {قف} مَا بِصَاحِبِكُمْ مِّنْ جِنَّةٍ ؕ اِنْ هُوَ اِلَّا نَذِیْرٌ لَّكُمْ بَیْنَ یَدَیْ عَذَابٍ شَدِیْدٍ (46)

(૪૬) કહી દો કે, “હું તમને ફક્ત એક જ વાતનો ઉપદેશ આપું છું કે તમે અલ્લાહના માટે (શુદ્ધ સ્વરૂપે જીદ છોડીને) બબ્બે મળીને અથવા એકલા એકલા ઊભા રહીને જરા વિચાર તો કરો, તમારા સાથીને કોઈ ઉન્માદ નથી, એ તો તમને એક મોટા (સખત) અઝાબના આવતા પહેલા સચેત કરનાર છે.”


قُلْ مَا سَاَلْتُكُمْ مِّنْ اَجْرٍ فَهُوَ لَكُمْ ؕ اِنْ اَجْرِیَ اِلَّا عَلَى اللّٰهِ ۚ وَ هُوَ عَلٰى كُلِّ شَیْءٍ شَهِیْدٌ (47)

(૪૭) કહી દો કે, “જે બદલો હું તમારા પાસે માંગુ તે તમારા માટે છે,” મારો બદલો તો અલ્લાહ પર છે તે દરેક વસ્તુને સારી રીતે જાણે છે.”


قُلْ اِنَّ رَبِّیْ یَقْذِفُ بِالْحَقِّ ۚ عَلَّامُ الْغُیُوْبِ (48)

(૪૮) કહી દો કે, “મારો રબ સત્યની પ્રકાશના (વહી) કરે છે, તે દરેક છુપી વાતો (ગૈબ)નો જાણકાર છે.


قُلْ جَآءَ الْحَقُّ وَ مَا یُبْدِئُ الْبَاطِلُ وَ مَا یُعِیْدُ (49)

(૪૦) કહી દો કે, “સત્ય આવી ચૂક્યું, જૂઠ ન તો પહેલા ઉભર્યુ અને ન ફરીથી ઉભરી શકશે.


قُلْ اِنْ ضَلَلْتُ فَاِنَّمَاۤ اَضِلُّ عَلٰى نَفْسِیْ ۚ وَ اِنِ اهْتَدَیْتُ فَبِمَا یُوْحِیْۤ اِلَیَّ رَبِّیْ ؕ اِنَّهٗ سَمِیْعٌ قَرِیْبٌ (50)

(૫૦) કહી દો કે, “જો હું ભટકી જાઉ તો મારા ભટકવાનો (બોજ) મારા પર જ છે અને જો હું સાચા માર્ગ પર હોઉં તો તે વહીના કારણે જે મારો રબ મારા ઉપર મોકલે છે, તે મોટો સાંભળનાર અને ખૂબ જ નજીક છે.


وَ لَوْ تَرٰۤى اِذْ فَزِعُوْا فَلَا فَوْتَ وَ اُخِذُوْا مِنْ مَّكَانٍ قَرِیْبٍۙ (51)

(૫૧) અને જો તમે (તે સમયે) જોશો જયારે કે આ કાફિરો ગભરાયેલા ફરી રહ્યા હશે, પછી ભાગી છૂટવાની કોઈ હાલત નહિ હોય, અને નજીકની જગ્યાએથી પકડી લેવામાં આવશે.


وَّ قَالُوْۤا اٰمَنَّا بِهٖ ۚ وَ اَنّٰى لَهُمُ التَّنَاوُشُ مِنْ مَّكَانٍۭ بَعِیْدٍۚۖ (52)

(૫૨) અને તે વખતે કહેશે કે, “અમે આ (કુરઆન) પર ઈમાન લાવ્યા, પરંતુ આટલી દૂરની જગ્યાથી (ઈચ્છીત વસ્તુ) કેવી રીતે હાથ આવી શકે છે ? ”


وَّ قَدْ كَفَرُوْا بِهٖ مِنْ قَبْلُ١ۚ وَ یَقْذِفُوْنَ بِالْغَیْبِ مِنْ مَّكَانٍۭ بَعِیْدٍ (53)

(૫૩) અને આના પહેલા તો તેમણે આનાથી કુફ્ર કર્યુ હતુ અને દૂર-દૂરથી જોયા વગર (વાતો) હાંકતા રહ્યા.


وَ حِیْلَ بَیْنَهُمْ وَ بَیْنَ مَا یَشْتَهُوْنَ كَمَا فُعِلَ بِاَشْیَاعِهِمْ مِّنْ قَبْلُ ؕ اِنَّهُمْ كَانُوْا فِیْ شَكٍّ مُّرِیْبٍ ۧ (54)

(૫૪) અને તેમની ઈચ્છાઓ અને તેમના વચ્ચે પડદો નાખી દેવામાં આવ્યો જેવું કે આમનાથી પહેલા પણ આમના જેવા સાથે કરવામાં આવ્યું, તેઓ પણ (આમની જેમ) શંકાકુશંકામાં (પડેલા) હતા. (ع-)