Surah At-Talaq

સૂરહ અત્‌-તલાક

રૂકૂ : ૧

આયત ૧ થી

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

یٰۤاَیُّهَا النَّبِیُّ اِذَا طَلَّقْتُمُ النِّسَآءَ فَطَلِّقُوْهُنَّ لِعِدَّتِهِنَّ وَ اَحْصُوا الْعِدَّةَ ۚ وَ اتَّقُوا اللّٰهَ رَبَّكُمْ ۚ لَا تُخْرِجُوْهُنَّ مِنْۢ بُیُوْتِهِنَّ وَ لَا یَخْرُجْنَ اِلَّاۤ اَنْ یَّاْتِیْنَ بِفَاحِشَةٍ مُّبَیِّنَةٍ ؕ وَ تِلْكَ حُدُوْدُ اللّٰهِ ؕ وَ مَنْ یَّتَعَدَّ حُدُوْدَ اللّٰهِ فَقَدْ ظَلَمَ نَفْسَهٗ ؕ لَا تَدْرِیْ لَعَلَّ اللّٰهَ یُحْدِثُ بَعْدَ ذٰلِكَ اَمْرًا (1)

(૧) હે નબી ! (પોતાની ઉમ્મતના લોકોને કહો) જયારે તમે પોતાની પત્નીઓને તલાક આપવા માંગો તો તેમની ઈદ્દત (માસિકની શરૂઆત) માં તેમને તલાક આપો અને ઈદ્દત (ના દિવસો)ની ગણતરી રાખો, અને અલ્લાહથી ડરતા રહો જે તમારો રબ છે, ન તમે તેમને તેમના ઘરોમાંથી કાઢી મૂકો, અને ન તેઓ પોતે નીકળે, હાં, તે અલગ વાત છે કે તેઓ ખુલ્લી બેશરમી કરી બેસે. આ અલ્લાહની નિર્ધારિત કરેલ હદો છે, અને જે વ્યક્તિ અલ્લાહની હદોને તોડે તેણે ચોક્કસ રૂપે પોતાની જાત પર જુલ્મ કર્યો, તમે નથી જાણતા કે કદાચ તેના પછી અલ્લાહ (તઆલા) કોઈ નવી વાત પેદા કરી દે.


فَاِذَا بَلَغْنَ اَجَلَهُنَّ فَاَمْسِكُوْهُنَّ بِمَعْرُوْفٍ اَوْ فَارِقُوْهُنَّ بِمَعْرُوْفٍ وَّ اَشْهِدُوْا ذَوَیْ عَدْلٍ مِّنْكُمْ وَ اَقِیْمُوا الشَّهَادَةَ لِلّٰهِ ؕ ذٰلِكُمْ یُوْعَظُ بِهٖ مَنْ كَانَ یُؤْمِنُ بِاللّٰهِ وَ الْیَوْمِ الْاٰخِرِ { ؕ٥} وَ مَنْ یَّتَّقِ اللّٰهَ یَجْعَلْ لَّهٗ مَخْرَجًا ۙ (2)

(૨) તો જ્યારે આ (સ્ત્રીઓ) પોતાની ઈદ્દત (સમય) પૂરી થવા પર પહોંચી જાય તો તેમને કાયદેસર પોતાના નિકાહમાં રહેવા દો અથવા કાયદેસર તેમને છોડી દો, અને પરસ્પર બે ન્યાય કરનાર વ્યક્તિઓને સાક્ષી બનાવી લો, અને અલ્લાહની ખુશી માટે બિલકુલ સાચી સાક્ષી આપો, આ તે જ છે જેની શીખામણ તેમને આપવામાં આવે છે જેઓ અલ્લાહ પર અને ક્યામતના દિવસ પર ઈમાન રાખતા હોય, અને જે વ્યક્તિ અલ્લાહથી ડરતો હોય અલ્લાહ તેના માટે છૂટકારાનો માર્ગ કાઢી આપે છે.


وَّ یَرْزُقْهُ مِنْ حَیْثُ لَا یَحْتَسِبُ ؕ وَ مَنْ یَّتَوَكَّلْ عَلَى اللّٰهِ فَهُوَ حَسْبُهٗ ؕ اِنَّ اللّٰهَ بَالِغُ اَمْرِهٖ ؕ قَدْ جَعَلَ اللّٰهُ لِكُلِّ شَیْءٍ قَدْرًا (3)

(૩) અને તેને એવી જગ્યાએથી રોજી પહોંચાડે છે જેનો તેને ખ્યાલ પણ ન હોય, અને જે વ્યક્તિ અલ્લાહ પર ભરોસો રાખશે અલ્લાહ જ તેના માટે કાફી થશે, અલ્લાહ (તઆલા) પોતાનુ કાર્ય પૂરું કરીને જ રહેશે, અલ્લાહ (તઆલા) એ દરેક વસ્તુનો એક અંદાજો નક્કી કરી રાખ્યો છે.


وَ الّٰٓئِیْ یَئِسْنَ مِنَ الْمَحِیْضِ مِنْ نِّسَآئِكُمْ اِنِ ارْتَبْتُمْ فَعِدَّتُهُنَّ ثَلٰثَةُ اَشْهُرٍ ۙ وَّ الّٰٓئِیْ لَمْ یَحِضْنَ ؕ وَ اُولَاتُ الْاَحْمَالِ اَجَلُهُنَّ اَنْ یَّضَعْنَ حَمْلَهُنَّ ؕ وَ مَنْ یَّتَّقِ اللّٰهَ یَجْعَلْ لَّهٗ مِنْ اَمْرِهٖ یُسْرًا (4)

(૪) તમારી સ્ત્રીઓમાંથી જે સ્ત્રીઓ (વયો વૃદ્ધ) માસિક્સ્ત્રાવથી નિરાશ થઈ ગઈ હોય, જો તમને શંકા હોય તો તેમની ઈદ્દત ત્રણ મહિના છે અને તેમનો પણ જેમનો માસિકસ્ત્રાવ હજુ શરૂ થયો ન હોય, અને ગર્ભવતી સ્ત્રીઓની ઈદ્દત (મુદ્દત) તેમના બાળકનો જન્મ થાય ત્યાં સુધીની છે, અને જે વ્યક્તિ અલ્લાહ (તઆલા)થી ડરશે. અલ્લાહ તેના (દરેક) કાર્યને સહેલું બનાવી દેશે.


ذٰلِكَ اَمْرُ اللّٰهِ اَنْزَلَهٗۤ اِلَیْكُمْ ؕ وَ مَنْ یَّتَّقِ اللّٰهَ یُكَفِّرْ عَنْهُ سَیِّاٰتِهٖ وَ یُعْظِمْ لَهٗۤ اَجْرًا (5)

(૫) આ અલ્લાહનો હુકમ છે જે તેણે તમારા તરફ ઊતાર્યો છે, અને જે વ્યક્તિ અલ્લાહથી ડરશે અલ્લાહ તેના ગુનાહ દૂર કરી દેશે અને તેને મહાન બદલો આપશે.


اَسْكِنُوْهُنَّ مِنْ حَیْثُ سَكَنْتُمْ مِّنْ وُّجْدِكُمْ وَ لَا تُضَآرُّوْهُنَّ لِتُضَیِّقُوْا عَلَیْهِنَّ ؕ وَ اِنْ كُنَّ اُولَاتِ حَمْلٍ فَاَنْفِقُوْا عَلَیْهِنَّ حَتّٰى یَضَعْنَ حَمْلَهُنَّ ۚ فَاِنْ اَرْضَعْنَ لَكُمْ فَاٰتُوْهُنَّ اُجُوْرَهُنَّ ۚ وَ اْتَمِرُوْا بَیْنَكُمْ بِمَعْرُوْفٍ ۚ وَ اِنْ تَعَاسَرْتُمْ فَسَتُرْضِعُ لَهٗۤ اُخْرٰى ؕ (6)

(૬) તમે તમારી શક્તિ મુજબ જ્યાં રહો છો ત્યાં તેમને (તલાકવાળી સ્ત્રીઓને) રાખો, અને તેમને સતાવવા માટે ઈજા ન પહોંચાડો અને જો તેઓ ગર્ભવતી હોય તો જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી ખર્ચ આપતા રહો, પછી જ્યારે તમારા કહેવાથી દૂધ પીવડાવે તો તમે તેમનું વળતર આપી દો, અને પરસ્પર સારી રીતે સલાહ મશ્વરો કરી લો, અને જો તમે પરસ્પર મુશ્કેલી ઊભી કરશો તો તેના કહેવાથી કોઈ બીજી દૂધ પીવડાવશે.



لِیُنْفِقْ ذُوْ سَعَةٍ مِّنْ سَعَتِهٖ ؕ وَ مَنْ قُدِرَ عَلَیْهِ رِزْقُهٗ فَلْیُنْفِقْ مِمَّاۤ اٰتٰىهُ اللّٰهُ ؕ لَا یُكَلِّفُ اللّٰهُ نَفْسًا اِلَّا مَاۤ اٰتٰىهَا ؕ سَیَجْعَلُ اللّٰهُ بَعْدَ عُسْرٍ یُّسْرًا (7)

(૭) ધનવાળાઓએ પોતાના ધન મુજબ ખર્ચ કરવો જોઈએ અને જેની રોજી તંગ હોય તો તેને જે કંઈ અલ્લાહે આપ્યું છે તેમાંથી જ (પોતાની શક્તિ મુજબ) ખર્ચ કરે. કોઈ વ્યક્તિ પર અલ્લાહ બોજ નથી મૂક્તો પરંતુ એટલો જ જેટલી તાકાત તેને આપી રાખી હોય. અલ્લાહ (તઆલા) ગરીબી પછી માલ પણ પ્રદાન કરશે. (ع-)