(૮૦) જ્યારે તેઓ નિરાશ થઈ ગયા તો એકાંતમાં બેસી સલાહ-મસલત કરવા લાગ્યા, તેમનામાં જે સૌથી મોટો હતો તેણે કહ્યું કે, “તમને ખબર નથી કે તમારા પિતાએ તમારા સાથે અલ્લાહને વચ્ચે રાખીને મજબૂત વચન અને વાયદો લીધો છે, અને આના પહેલા તમે યૂસુફના મામલામાં ગુનોહ કરી ચૂક્યા છો, હવે તો હું આ ધરતીથી હઠીશ નહિં જ્યાં સુધી પિતા મને પરવાનગી ન આપે, અથવા અલ્લાહ જ મારી આ સમસ્યાનો ફેંસલો કરી દે, તે સૌથી સારો ફેંસલો કરનાર છે.[1]
(૮૧) તમે બધા પિતાની સેવામાં પાછા જાઓ અને કહો કે, “હે પિતાજી! તમારા પુત્રએ ચોરી કરી અને અમે તે જ ગવાહી આપી જેને અમે જાણતા હતા. અમે કંઈ ગૈબની રક્ષા કરનારા તો ન હતા.”
(૮૨) અને તમે તે શહેરના લોકોને પૂછી લો, જ્યાં અમે હતા અને તે મુસાફરોને પણ પૂછી લો જેમના સાથે અમે આવ્યા છીએ અને બેશક અમે સાચા છીએ.[1]
(૮૩) (યાકૂબે) કહ્યું, “એ તો નહિ પરંતુ તમે પોતાની રીતે વાત બનાવી લીધી એટલા માટે સબ્ર જ બહેતર છે, બની શકે છે કે અલ્લાહ તઆલા તે બધાને મારા પાસે પહોંચાડી દે, તે જ ઈલ્મ અને હિકમતવાળો છે.”
(૮૪) અને પછી તેમનાથી મોઢું ફેરવી લીધુ અને કહ્યું, “હાય યૂસુફ ![1] તેમની આંખો દુઃખ અને ગમના કારણે સફેદ થઈ ગઈ હતી[2] અને તે દુઃખ-ગમને સહન કરતા હતા.”
(૮૫) (પુત્રોએ) કહ્યું, “અલ્લાહની કસમ ! તમે હંમેશા યૂસુફની યાદમાં જ ખોવાયેલા રહેશો ત્યાં સુધી કે ઓગળી ન જાઓ અથવા જીવ આપી દો.”
(૮૬) તેમણે કહ્યું કે, “હું તો પોતાની મુસીબત અને દુઃખની ફરિયાદ અલ્લાહને કરી રહ્યો છું મને અલ્લાહ તરફથી જે વાતોનું ઈલ્મ છે તેનાથી તમે અજાણ છો.”[1]
(૮૭) મારા વહાલા પુત્રો ! તમે જાઓ અને યૂસુફ તથા તેના ભાઈની સારી રીતે ખબર કાઢો અને અલ્લાહની કૃપાથી નિરાશ ન થાઓ, બેશક અલ્લાહની કૃપાથી તે જ લોકો નિરાશ થાય છે જે લોકો કાફિર હોય છે.
(૮૮) પછી આ લોકો જ્યારે યૂસુફ પાસે પહોંચ્યા તો કહેવા લાગ્યા કે, “હે અઝીઝ! અમે અને અમારો પરિવાર ઘણી પરેશાનીમાં છીએ, આ તો થોડોક તુચ્છ માલ લાવ્યા છીએ, પરંતુ તમે અમને ભરપૂર અનાજ આપો અને અમારા પર સદકો (દાન) કરો, અલ્લાહ તઆલા સદકો કરનારાઓને બદલો આપે છે.”
(૮૯) (યુસુફે) કહ્યું, “જાણો છો કે તમે યૂસુફ અને તેના ભાઈ સાથે પોતાની અજ્ઞાનતામાં શું કર્યું ?
(૯૦) તેમણે કહ્યું, “શું (ખરેખર) તમે યૂસુફ છો? જવાબ આપ્યો, “હા, હું જ યૂસુફ છું અને આ મારો ભાઈ છે, અલ્લાહે અમારા ઉપર કૃપા અને દયા કરી, વાત એમ છે કે જે કોઈ પણ સંયમ અને ધીરજથી કામ લે, તો અલ્લાહ (તઆલા) આવા કોઈ સદાચારીઓનો બદલો બરબાદ નથી કરતો.”
(૯૧) તેમણે કહ્યું, “અલ્લાહની કસમ ! અલ્લાહે તમને અમારા ઉપર શ્રેષ્ઠતા આપી છે અને એ પણ સાચું છે કે અમે ગુનેહગાર છીએ.”
(૯૨) જવાબ આપ્યો, “આજે તમારા ઉપર કોઈ આરોપ નથી, અલ્લાહ તમને માફ કરે, તે તમામ કૃપા કરનારાઓમાં સૌથી વધારે કૃપાળુ છે.
(૯૩) મારું આ ખમીશ તમે લઈ જાઓ અને મારા પિતાના ચહેરા ઉપર નાખી દો કે તે જોવા લાગશે[1] અને આવી જાવ, અને તમારા પૂરા પરિવારને મારા પાસે લઈ આવો.” (ع-૧૦)