(૨૮૨
) હે ઈમાનવાળાઓ! જ્યારે તમે પરસ્પર ચોક્કસ મુદ્દતના માટે એકબીજાથી ઉધારનું લેવડ-દેવડ કરો તો લખી લો અને લખનારને જોઈએ કે પરસ્પરનો મામલો ન્યાયની સાથે લખે, લખનારને જોઈએ કે લખવાથી ઇન્કાર ન કરે, જેવું અલ્લાહ (તઆલા)એ તેને શિખવ્યું છે તેવી જ રીતે તેણે પણ લખી દેવું જોઈએ અને જેના પર હક હોય તે લખાવે અને પોતાના અલ્લાહ (તઆલા) થી ડરે જે તેનો રબ છે અને હકોમાંથી કશું ઘટાડે નહિં, હા જે માણસ પર હકો હોય અને તે અજ્ઞાનિ હોય અથવા કમજોર હોય અથવા લખવાની શક્તિ ન ધરાવતો હોય, તો તેનો વાલી ન્યાયની સાથે લખાવી દે, અને પોતાનામાંથી બે પુરુષોને સાક્ષી રાખી લો, જો બે પુરૂષો ન હોય તો એક પુરૂષ અને બે સ્ત્રીઓ જેને તમે સાક્ષી માટે પસંદ કરી લો, જેથી એકની ભૂલચૂકને બીજી યાદ અપાવી દે. અને સાક્ષીઓને જોઈએ કે તેમને જ્યારે બોલાવવામાં આવે તો ઇન્કાર ન કરે, અને કરજને જેની મુદ્દત ચોક્કસ છે ભલે નાનું હોય કે મોટું લખવામાં સુસ્તી ન કરો, અલ્લાહ (તઆલા)ની નજીક આ વાત ઘણી ન્યાયવાળી છે. અને સાક્ષીને ઠીક રાખવાવાળી અને શંકાથી પણ વધારે બચાવવાવાળી છે. અને એ વાત અલગ છે કે તે મામલો રોકડ વેપારના સ્વરૂપમાં હોય જે પરસ્પર લેવડ-દેવડ કરો છો તમારા પર તેને ન લખવામાં કોઈ ગુનોહ નથી. ખરીદ-વેચાણ વખતે પણ સાક્ષી નક્કી કરી લો, અને (યાદ રાખો) ન તો લખવાવાળાને નુકશાન પહોંચાડવામાં આવે અને ન સાક્ષીને અને જો તમે આવું કરો તો આ તમારી ખુલી નાફરમાની છે. અલ્લાહ (તઆલા)થી ડરો, અલ્લાહ (તઆલા) તમને નસીહત આપી રહ્યો છે અને અલ્લાહ (તઆલા) બધુ જ જાણનાર છે.