Surah An-Nisa

સૂરહ અન્ નિસા

રૂકૂઅ : ૪

આયત ૨૩ થી ૨૫


حُرِّمَتْ عَلَیْكُمْ اُمَّهٰتُكُمْ وَ بَنٰتُكُمْ وَ اَخَوٰتُكُمْ وَ عَمّٰتُكُمْ وَ خٰلٰتُكُمْ وَ بَنٰتُ الْاَخِ وَ بَنٰتُ الْاُخْتِ وَ اُمَّهٰتُكُمُ الّٰتِیْۤ اَرْضَعْنَكُمْ وَ اَخَوٰتُكُمْ مِّنَ الرَّضَاعَةِ وَ اُمَّهٰتُ نِسَآئِكُمْ وَ رَبَآئِبُكُمُ الّٰتِیْ فِیْ حُجُوْرِكُمْ مِّنْ نِّسَآئِكُمُ الّٰتِیْ دَخَلْتُمْ بِهِنَّ فَاِنْ لَّمْ تَكُوْنُوْا دَخَلْتُمْ بِهِنَّ فَلَا جُنَاحَ عَلَیْكُمْ وَ حَلَآئِلُ اَبْنَآئِكُمُ الَّذِیْنَ مِنْ اَصْلَابِكُمْ ۙ وَ اَنْ تَجْمَعُوْا بَیْنَ الْاُخْتَیْنِ اِلَّا مَا قَدْ سَلَفَ ؕ اِنَّ اللّٰهَ كَانَ غَفُوْرًا رَّحِیْمًا (23)

(૨૩) તમારા પર હરામ કરવામાં આવી તમારી માતાઓ, તમારી પુત્રીઓ, તમારી બહેનો, તમારી ફોઈઓ, તમારી માસીઓ, ભાઈની છોકરીઓ, બહેનની છોકરીઓ અને તમારી તે માતાઓ જેમણે તમને દૂધ પીવડાવ્યું હોય. અને તમારી દૂધમાં ભાગીદાર બહેનો, તમારી સાસુઓ અને તમારી તે પાલન પોષણ કરવામાં આવેલી છોકરીઓ જે તમારા ખોળામાં છે, તમારી તે સ્ત્રીઓ જેનાથી તમે સહશયન કરી ચૂકયા છો. હા, જો તમે તેમનાથી સહશયન ન કર્યું હોય તો તમારા પર કોઈ ગુનોહ નથી, અને તમારા પોતાના સગા પુત્રોની પત્નીઓ અને તમારી બે સગી બહેનોથી એક સાથે નિકાહ કરવું. હા, જે થઈ ગયું તે થઈ ગયું, બેશક અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન અને રહમ કરવાવાળો છે.


وَّ الْمُحْصَنٰتُ مِنَ النِّسَآءِ اِلَّا مَا مَلَكَتْ اَیْمَانُكُمْ ۚ كِتٰبَ اللّٰهِ عَلَیْكُمْ ۚ وَ اُحِلَّ لَكُمْ مَّا وَرَآءَ ذٰلِكُمْ اَنْ تَبْتَغُوْا بِاَمْوَالِكُمْ مُّحْصِنِیْنَ غَیْرَ مُسٰفِحِیْنَ ؕ فَمَا اسْتَمْتَعْتُمْ بِهٖ مِنْهُنَّ فَاٰتُوْهُنَّ اُجُوْرَهُنَّ فَرِیْضَةً ؕ وَ لَا جُنَاحَ عَلَیْكُمْ فِیْمَا تَرٰضَیْتُمْ بِهٖ مِنْۢ بَعْدِ الْفَرِیْضَةِ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا حَكِیْمًا (24)

(૨૪) અને (તમારા માટે) વિવાહિત સ્ત્રીઓ (હરામ કરવામાં આવી છે) પરંતુ જે (દાસી) તમારા કબ્જામાં હોય, આ હુકમો તમારા પર અલ્લાહે અનિવાર્ય કરી દીધાં છે, અને તેના સિવાય બીજી સ્ત્રીઓ તમારા માટે હલાલ કરવામાં આવી તો પોતાના માલ (મહેર)થી તેમની સાથે નિકાહ કરો, બદકારી માટે નહિં પવિત્રતા માટે, એટલા માટે તમે જેમનાથી ફાયદો ઉઠાવો તેમને તેમનું મહેર આપો, અને તમે નક્કી કરેલ મહેર પછી એકબીજાની રાજી-ખુશીથી જે ઈચ્છો નક્કી કરી લો તમારા પર કોઈ બૂરાઈ નથી, બેશક અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.


وَ مَنْ لَّمْ یَسْتَطِعْ مِنْكُمْ طَوْلًا اَنْ یَّنْكِحَ الْمُحْصَنٰتِ الْمُؤْمِنٰتِ فَمِنْ مَّا مَلَكَتْ اَیْمَانُكُمْ مِّنْ فَتَیٰتِكُمُ الْمُؤْمِنٰتِ ؕ وَ اللّٰهُ اَعْلَمُ بِاِیْمَانِكُمْ ؕ بَعْضُكُمْ مِّنْۢ بَعْضٍ ۚ فَانْكِحُوْهُنَّ بِاِذْنِ اَهْلِهِنَّ وَ اٰتُوْهُنَّ اُجُوْرَهُنَّ بِالْمَعْرُوْفِ مُحْصَنٰتٍ غَیْرَ مُسٰفِحٰتٍ وَّ لَا مُتَّخِذٰتِ اَخْدَانٍ ۚ فَاِذَاۤ اُحْصِنَّ فَاِنْ اَتَیْنَ بِفَاحِشَةٍ فَعَلَیْهِنَّ نِصْفُ مَا عَلَى الْمُحْصَنٰتِ مِنَ الْعَذَابِ ؕ ذٰلِكَ لِمَنْ خَشِیَ الْعَنَتَ مِنْكُمْ ؕ وَ اَنْ تَصْبِرُوْا خَیْرٌ لَّكُمْ ؕ وَ اللّٰهُ غَفُوْرٌ رَّحِیْمٌ۠ (25)

(૨૫) અને તમારામાંથી જે આઝાદ મુસલમાન સ્ત્રી સાથે નિકાહ કરવાની તાકાત રાખતો ન હોય તો તે મુસલમાન દાસીથી (નિકાહ કરે) જે તમારા કબ્જામાં હોય. અલ્લાહ તમારા કાર્યોથી પૂરી રીતે બાખબર છે, તમે પરસ્પર એક જ છો, એટલા માટે તમે તેમના ધરવાળાઓની પરવાનગીથી તેમનાથી નિકાહ કરો, અને નિયમ મુજબ તેમની મહેર આપી દો, તે પવિત્ર હોય બદકાર ન હોય, ન છૂપા પ્રેમી રાખવાવાળીઓ, તો જયારે તે વિવાહિત થઈ જાય પછી બદકારી કરે તો તેની ૫૨ આઝાદ સ્ત્રીઓ કરતા અડધી સજા છે. આ નિકાહનો હુકમ તેના માટે છે જેને બદકારીનો ડર હોય અને સહન કરવું તમારા માટે સારૂ છે અને અલ્લાહ માફ કરવાવાળો મહેરબાન છે. (ع-)