Surah Al-Jinn
સૂરહ અલ-જિન્ન
રૂકૂઅ : ૧
આયત ૧ થી ૧૯
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
قُلْ اُوْحِیَ اِلَیَّ اَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِّنَ الْجِنِّ فَقَالُوْۤا اِنَّا سَمِعْنَا قُرْاٰنًا عَجَبًا ۙ (1)
(૧) (હે મુહમ્મદ (સ.અ.)!) તમે કહી દો કે, “મને વહી કરવામાં આવી કે જિન્નતોના એક જૂથે (કુરઆન) સાંભળ્યું અને કહ્યું કે, “અમે એક અદ્ભૂત કુરઆન સાંભળ્યું છે.
یَّهْدِیْۤ اِلَى الرُّشْدِ فَاٰمَنَّا بِهٖ ؕ وَ لَنْ نُّشْرِكَ بِرَبِّنَاۤ اَحَدًا ۙ (2)
(૨) જે સાચા માર્ગ તરફ માર્ગદર્શન આપે છે અમે તો તેના ઉપર ઈમાન લાવી ચૂક્યા, (હવે) અમે કદી પણ પોતાના રબના સાથે કોઈને ભાગીદાર નહિં બનાવીએ.
وَّ اَنَّهٗ تَعٰلٰى جَدُّ رَبِّنَا مَا اتَّخَذَ صَاحِبَةً وَّ لَا وَلَدًا ۙ (3)
(૩) અને બેશક અમારા રબની શાન ખૂબ જ ઉચ્ચ અને મહાન છે, ન તેણે કોઈને પોતાની પત્ની બનાવી છે અને ન કોઈને સંતાન”
وَّ اَنَّهٗ كَانَ یَقُوْلُ سَفِیْهُنَا عَلَى اللّٰهِ شَطَطًا ۙ (4)
(૪) અને બેશક “આપણામાંનો બેવકૂફ અલ્લાહના વિશે જૂઠી વાતો કહેતો હતો.”
وَّ اَنَّا ظَنَنَّاۤ اَنْ لَّنْ تَقُوْلَ الْاِنْسُ وَ الْجِنُّ عَلَى اللّٰهِ كَذِبًا ۙ (5)
(૫) અને “અમે તો એમ જ સમજતા રહ્યા કે અસંભવ છે કે મનુષ્ય અને જિન્નાત અલ્લાહ પર જૂઠી વાતો ઘડે”
وَّ اَنَّهٗ كَانَ رِجَالٌ مِّنَ الْاِنْسِ یَعُوْذُوْنَ بِرِجَالٍ مِّنَ الْجِنِّ فَزَادُوْهُمْ رَهَقًا ۙ (6)
(૬) હકીકત એ છે કે કેટલાક મનુષ્યો કેટલાક જિન્નાતો પાસે પનાહ માંગતા હતા જેનાથી જિન્નાતો પોતાના ઘમંડમાં ખૂબ આગળ વધી ગયા.
وَّ اَنَّهُمْ ظَنُّوْا كَمَا ظَنَنْتُمْ اَنْ لَّنْ یَّبْعَثَ اللّٰهُ اَحَدًا ۙ (7)
(૭) અને એમણે (મનુષ્યોએ) પણ જિન્નાતોની જેમ એવું સમજી લીધું કે અલ્લાહ ક્યારેય કોઈને પણ નહિં મોકલે. (અથવા કોઈને ફરીથી જીવિત નહિં કરે)
وَّ اَنَّا لَمَسْنَا السَّمَآءَ فَوَجَدْنٰهَا مُلِئَتْ حَرَسًا شَدِیْدًا وَّ شُهُبًا ۙ (8)
(૮) અને અમે આકાશને તપાસીને જોયું તો તેને સખત પહેરેદારો અને તેજ અંગારાઓથી ભરેલું જોયું.
وَّ اَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَاعِدَ لِلسَّمْعِ ؕ فَمَنْ یَّسْتَمِعِ الْاٰنَ یَجِدْ لَهٗ شِهَابًا رَّصَدًا ۙ (9)
(૯) અને આનાથી પહેલા અમે વાતો સાંભળવા માટે આકાશમાં જઈને ઠેક-ઠેકાણે બેસતા હતા, હવે જે કોઈ પણ કાન લગાવે તે પોતાના માટે એક અંગારો જુએ છે.
وَّ اَنَّا لَا نَدْرِیْۤ اَشَرٌّ اُرِیْدَ بِمَنْ فِی الْاَرْضِ اَمْ اَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا ۙ (10)
(૧૦) અને અમે નથી જાણતા કે ધરતીવાળાઓના સાથે કોઈ બૂરાઈનો ઈરાદો કર્યો છે અથવા તેમના રબનો ઈરાદો તેમના સાથે ભલાઈનો છે.
وَّ اَنَّا مِنَّا الصّٰلِحُوْنَ وَ مِنَّا دُوْنَ ذٰلِكَ ؕ كُنَّا طَرَآئِقَ قِدَدًا ۙ (11)
(૧૧) અને એ કે કેટલાક તો આપણામાંથી નેક છે અને કેટલાક તેના ઉલટ પણ છે આપણે વિવિધ પ્રકારે વહેંચાયેલા છીએ.
وَّ اَنَّا ظَنَنَّاۤ اَنْ لَّنْ نُّعْجِزَ اللّٰهَ فِی الْاَرْضِ وَ لَنْ نُّعْجِزَهٗ هَرَبًا ۙ (12)
(૧૨) અને અમને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે અમે અલ્લાહ (તઆલા)ને ધરતી ઉપર કદી પણ લાચાર નથી કરી શકતા અને ન અમે ભાગીને તેને હરાવી શકીએ છીએ.
وَّ اَنَّا لَمَّا سَمِعْنَا الْهُدٰۤى اٰمَنَّا بِهٖ ؕ فَمَنْ یُّؤْمِنْۢ بِرَبِّهٖ فَلَا یَخَافُ بَخْسًا وَّ لَا رَهَقًا ۙ (13)
(૧૩) અને અમે સન્માર્ગ (સીધા માર્ગ)ની વાત સાંભળતા જ તેના પર ઈમાન લઈ આવ્યા, અને જે કોઈ પણ પોતાના રબ પર ઈમાન લાવશે તેને ન કોઈ નુકસાનનો ડર છે ન જુલ્મનો (અને ન દુઃખનો)
وَّ اَنَّا مِنَّا الْمُسْلِمُوْنَ وَ مِنَّا الْقٰسِطُوْنَ ؕ فَمَنْ اَسْلَمَ فَاُولٰٓئِكَ تَحَرَّوْا رَشَدًا (14)
(૧૪) અને આપણામાંથી કેટલાક મુસલમાન છે અને કેટલાક અન્યાયી છે તો જેઓ મુસલમાન થઈ ગયા તેમણે સીધો માર્ગ શોધી લીધો.
وَ اَمَّا الْقٰسِطُوْنَ فَكَانُوْا لِجَهَنَّمَ حَطَبًا ۙ (15)
(૧૫) અને જેઓ જાલિમ છે તેઓ જ જહન્નમનું બળતણ બનવાના છે.
وَّ اَنْ لَّوِ اسْتَقَامُوْا عَلَى الطَّرِیْقَةِ لَاَسْقَیْنٰهُمْ مَّآءً غَدَقًا ۙ (16)
(૧૬) અને એ કે જો આ લોકો સીધા માર્ગ ઉપર મક્કમ રહેતા તો જરૂર અમે તેમને ખૂબ જ વધારે પાણી પીવડાવતા.
لِّنَفْتِنَهُمْ فِیْهِ ؕ وَ مَنْ یُّعْرِضْ عَنْ ذِكْرِ رَبِّهٖ یَسْلُكْهُ عَذَابًا صَعَدًا ۙ (17)
(૧૭) જેથી અમે તેમાંથી તેમની કસોટી કરીએ અને જે વ્યક્તિ પોતાના રબના ઝિક્ર (સ્મરણ)થી મોઢું ફેરવી લેશે તો અલ્લાહ (તઆલા) તેને સખત અઝાબમાં નાખી દેશે.
وَّ اَنَّ الْمَسٰجِدَ لِلّٰهِ فَلَا تَدْعُوْا مَعَ اللّٰهِ اَحَدًا ۙ (18)
(૧૮) અને એ કે મસ્જીદો ફક્ત અલ્લાહ માટે જ (ખાસ) છે જેથી તેમાં અલ્લાહના સાથે બીજા કોઈને ન પોકારો.
وَّ اَنَّهٗ لَمَّا قَامَ عَبْدُ اللّٰهِ یَدْعُوْهُ كَادُوْا یَكُوْنُوْنَ عَلَیْهِ لِبَدًا ؕ ۧ (19)
(૧૯) અને જ્યારે અલ્લાહનો બંદો તેની ઈબાદત માટે ઊભો થયો તો નજીક હતુ કે તેઓ ભીડ બનીને તેના પર તૂટી પડે. (ع-૧)