Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૬૨) બેશક જે મુસલમાન હોય, યહુદી હોય, નસારા (ઈસાઈ) હોય અથવા સાબી[30] હોય, જે કોઈ પણ અલ્લાહ તઆલા અને અંતિમ દિવસ પર ઈમાન લાવશે અને સારા કાર્યો કરશે તેમનો બદલો તેમના રબની પાસે છે, અને તેમને ન કોઈ ભય હશે અને ન કોઈ દુઃખ.
(૬૩) અને જયારે અમે તમારાથી વચન લીધુ અને તમારા ઉપર તૂર પહાડ ઉઠાવી દીધો.[31] અને કહ્યું જે અમે તમને આપ્યુ છે, તેને મજબૂતીથી પકડી રહો અને જે કંઈ તેમાં છે તેને યાદ કરો, જેથી તમે બચી શકો.
(૬૪)ત્યારબાદ તમે એના પછી પણ ફરી ગયા, પછી જો અલ્લાહ તઆલાની દયા અને કૃપા તમારા પર ન હોત, તો તમે નુકશાન ઉઠાવનારા હોત.
(૬૫) અને જરૂર તમને એ લોકોના વિષે જાણ પણ છે, જેઓ તમારામાંથી શનિવાર[32] ના વિષે હદથી આગળ વધી ગયા અને અમે પણ કહી દીધુ કે તમે ધુત્કારેલ વાંદરા બની જાઓ.
(૬૬) તેમને અમે આગળ અને પાછળવાળાઓ માટે હોંશિયાર રહેવાનું કારણ બનાવી દીધા, અને ડરનારાઓ
માટે નસીહત છે.
(૬૭) અને મુસા (અ.સ.)એ પોતાની કોમને કહયું કે, અલ્લાહ તઆલા તમને એક ગાય[33] ઝબેહ (વધ) કરવાનો આદેશ આપે છે. તો તેમણે કહ્યું, 'અમારાથી કેમ મજાક કરો છો?' તમે જવાબ આપ્યો કે “હું આવી બેવકૂફીથી અલ્લાહની પનાહ લઉં છું.
(૬૮) તેમણે કહ્યું, હે મુસા (અ.સ.)! અલ્લાહથી દુઆ કરો કે અમને તેના વિષે બતાવી દે. આપે ફરમાવ્યું, સાંભળો! તે ગાય ન તો ઘરડી હોય અને ન વાછરડી, પરંતુ મધ્યમ ઉંમરની હોય, હવે તમોને જે આદેશ આપવામાં આવે છે તેનું પાલન કરો.
(૬૯) તેઓ ફરીથી કહેવા લાગ્યા કે અલ્લાહથી દુઆ કરો કે તે અમને બતાવી દે કે એનો રંગ કેવો હોય? ફરમાવ્યું તે કહે છે કે ગાય ઘેરા પીળા રંગની હોય, અને જોનારાઓને ખુશ કરી દેતી હોય
(૭૦) તેઓ કહેવા લાગ્યા કે પોતાના રબથી દુઆ કરો કે તે અમને સ્પષ્ટ બતાવી દે કે તે કેવી હોય? આ પ્રકારની ઘણી ગાયો છે ખબર નથી પડતી, જો અલ્લાહ ઈચ્છશે તો અમોને માર્ગદર્શન પ્રાપ્ત થઈ જશે.
(૭૧) તેણે (મૂસાએ)કહયું કે અલ્લાહનો આદેશ છે કે તે ગાય ખેતીવાળી જમીનમાં હળ જોતવાવાળી અને ખેતીને પાણી પીવડાવવાવાળી નથી, તે સ્વસ્થ અને બેદાગ છે. તેમણે કહ્યું હવે આપે સ્પષ્ટ કરી દીધુ, પછી પણ તેઓ આદેશોનું પાલન કરનાર ન હતા, પરંતુ તેમણે માન્યું અને ગાયને ઝબેહ કરી.