Surah Al-Mu'min

સૂરહ અલ-મુ'મિન

રૂકૂ : ૪

આયત ૨૮ થી ૩૭

وَ قَالَ رَجُلٌ مُّؤْمِنٌ { ۖق } مِّنْ اٰلِ فِرْعَوْنَ یَكْتُمُ اِیْمَانَهٗۤ اَتَقْتُلُوْنَ رَجُلًا اَنْ یَّقُوْلَ رَبِّیَ اللّٰهُ وَ قَدْ جَآءَكُمْ بِالْبَیِّنٰتِ مِنْ رَّبِّكُمْ ؕ وَ اِنْ یَّكُ كَاذِبًا فَعَلَیْهِ كَذِبُهٗ ۚ وَ اِنْ یَّكُ صَادِقًا یُّصِبْكُمْ بَعْضُ الَّذِیْ یَعِدُكُمْ ؕ اِنَّ اللّٰهَ لَا یَهْدِیْ مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ (28)

(૨૮) અને એક ઈમાનવાળો માણસ જે ફિરઔનના પરિવારમાંથી હતો અને પોતાનું ઈમાન છૂપાવી રહ્યો હતો બોલ્યો કે, “શું તમે એક માણસને ફક્ત એ વાત પર કતલ કરો છો કે તે કહે છે કે મારો રબ અલ્લાહ છે ? અને તમારા રબ તરફથી સ્પષ્ટ દલીલ લઈને આવ્યો છે જો તે જૂઠો છે તો તેનું જૂઠ તેના પર છે અને જો સાચો છે તો તે જે-જે (અઝાબો)નો તમને વાયદો આપી રહ્યો છે તેમાંથી કોઈને કોઈ તમારા ઉપર ચોક્કસ આવી પડશે. અલ્લાહ (તઆલા) તેને હિદાયત નથી આપતો જે હદથી વધી જનારો અને જૂઠો હોય.


یٰقَوْمِ لَكُمُ الْمُلْكُ الْیَوْمَ ظٰهِرِیْنَ فِی الْاَرْضِ {ز} فَمَنْ یَّنْصُرُنَا مِنْۢ بَاْسِ اللّٰهِ اِنْ جَآءَنَا ؕ قَالَ فِرْعَوْنُ مَاۤ اُرِیْكُمْ اِلَّا مَاۤ اَرٰى وَ مَاۤ اَهْدِیْكُمْ اِلَّا سَبِیْلَ الرَّشَادِ (29)

(૨૯) હે મારી કોમના લોકો! આજે તો તમારૂ રાજ્ય છે કે આ ધરતી પર તમે પ્રભાવી છો પરંતુ જો અલ્લાહ (તઆલા) નો અઝાબ આપણા ઉપર આવી ગયો તો કોણ આપણી મદદ કરશે ? ફિરઔન બોલ્યો કે, “હું તો તમને તે જ સલાહ આપુ છું જે હું પોતે જોઈ રહ્યો છું અને હું તો તમને ભલાઈનો માર્ગ જ બતાવી રહ્યો છું.”


وَ قَالَ الَّذِیْۤ اٰمَنَ یٰقَوْمِ اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ مِّثْلَ یَوْمِ الْاَحْزَابِ ۙ (30)

(૩૦) અને તે ઈમાનવાળાએ કહ્યું કે, “હે મારી કોમના લોકો! મને તો ડર છે કે તમારા ઉપર પણ એવો જ દિવસ (અઝાબનો) ન આવી જાય જેવો બીજી કોમો પર આવ્યો.


مِثْلَ دَاْبِ قَوْمِ نُوْحٍ وَّ عَادٍ وَّ ثَمُوْدَ وَ الَّذِیْنَ مِنْۢ بَعْدِهِمْ ؕ وَ مَا اللّٰهُ یُرِیْدُ ظُلْمًا لِّلْعِبَادِ (31)

(૩૧) જેવો કે નૂહની કોમ અને આદ અને સમૂદ અને તેના પછીની કોમો ઉપર આવ્યો, અને અલ્લાહ પોતાના બંદાઓ ઉપર કોઈ પ્રકારનો જુલમ કરવા નથી ચાહતો.


وَ یٰقَوْمِ اِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ یَوْمَ التَّنَادِ ۙ (32)

(૩૨) અને હે મારી કોમના લોકો! મને તો તમારા પર પોકારવાના દિવસનો પણ ડર છે.


یَوْمَ تُوَلُّوْنَ مُدْبِرِیْنَ ۚ مَا لَكُمْ مِّنَ اللّٰهِ مِنْ عَاصِمٍ ۚ وَ مَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ (33)

(૩૩) જે દિવસે તમે પીઠ ફેરવીને પાછા ફરશો, તમને અલ્લાહથી બચાવનાર કોઈ નહિં હોય, અને જેને અલ્લાહ ભટકાવી દે તેને માર્ગ બતાવનાર કોઈ નથી હોતો.


وَ لَقَدْ جَآءَكُمْ یُوْسُفُ مِنْ قَبْلُ بِالْبَیِّنٰتِ فَمَا زِلْتُمْ فِیْ شَكٍّ مِّمَّا جَآءَكُمْ بِهٖ ؕ حَتّٰۤى اِذَا هَلَكَ قُلْتُمْ لَنْ یَّبْعَثَ اللّٰهُ مِنْۢ بَعْدِهٖ رَسُوْلًا ؕ كَذٰلِكَ یُضِلُّ اللّٰهُ مَنْ هُوَ مُسْرِفٌ مُّرْتَابُ ۚ ۖ (34)

(૩૪) અને આના પહેલા તમારા પાસે યુસુફ નિશાનીઓ લઈને આવ્યા, પછી પણ તમે તેમની લાવેલી નિશાનીઓમાં શંકા અને વહેમ કરતા રહ્યા. ત્યાં સુધી કે જ્યારે તેમને મોત આવી ગઈ તો તમે કહેવા લાગ્યા કે, “તેમના પછી તો અલ્લાહ કોઈ રસૂલને મોકલશે જ નહિં.” આવી રીતે અલ્લાહ ભટકાવી દે છે તે દરેક વ્યક્તિને જે હદથી વધી જનાર અને શંકાશીલ હોય છે.


اِن لَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِ اللّٰهِ بِغَیْرِ سُلْطٰنٍ اَتٰىهُمْ ؕ كَبُرَ مَقْتًا عِنْدَ اللّٰهِ وَ عِنْدَ الَّذِیْنَ اٰمَنُوْا ؕ كَذٰلِكَ یَطْبَعُ اللّٰهُ عَلٰى كُلِّ قَلْبِ مُتَكَبِّرٍ جَبَّارٍ (35)

(૩૫) જે કોઈ દલીલ વગર કે જે તેના પાસે આવી હોય અલ્લાહની આયતોના બારામાં ઝઘડે છે. અલ્લાહની નજીક અને ઈમાનવાળાઓની નજીક આ તો ઘણી નારાજગીની વસ્તુ છે, અલ્લાહ (તઆલા) આ રીતે દરેક ઘમંડી અને નાફરમાન વ્યક્તિના દિલ પર મહોર મારી દે છે.


وَ قَالَ فِرْعَوْنُ یٰهَامٰنُ ابْنِ لِیْ صَرْحًا لَّعَلِّیْۤ اَبْلُغُ الْاَسْبَابَ ۙ (36)

(૩૬) અને ફિરઔને કહ્યું કે, “હે હામાન, મારા માટે એક ઊંચી ઈમારત બનાવ, કદાચ હું તેના દરવાજાઓ સુધી પહોંચી જાઉં.


اَسْبَابَ السَّمٰوٰتِ فَاَطَّلِعَ اِلٰۤى اِلٰهِ مُوْسٰى وَ اِنِّیْ لَاَظُنُّهٗ كَاذِبًا ؕ وَ كَذٰلِكَ زُیِّنَ لِفِرْعَوْنَ سُوْٓءُ عَمَلِهٖ وَ صُدَّ عَنِ السَّبِیْلِ ؕ وَ مَا كَیْدُ فِرْعَوْنَ اِلَّا فِیْ تَبَابٍ ۧ (37)

(૩૭) જે આકાશના દરવાજા છે અને મૂસાના મા'બૂદને ઝાંકીને જોઈ લઉં અને મને તો સંપૂર્ણ વિશ્વાસ છે કે તે જૂઠો છે” અને આ રીતે ફિરઔનના બૂરા કાર્યો તેને સારા દેખાડવામાં આવ્યા અને સીધા માર્ગથી રોકી દેવામાં આવ્યો અને ફિરઔનના (દરેક) ષડયંત્રો તબાહીમાં જ રહ્યા. (ع-)