Surah Al-Falaq
સૂરહ અલ-ફલક
સૂરહ અલ-ફલક
સૂર: અલ-ફલક (૧૧૩)
સવાર
સૂરહ અલ-ફલક[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં પાંચ (૫) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) તમે કહી દો કે હું સવારના રબની પનાહમાં આવું છું.[2]
[2] (فَلَق) નો સાચો અર્થ પ્રભાત છે સવાર એટલા માટે ખાસ કરેલ છે કે જેવી રીતે અલ્લાહ (તઆલા) રાતનો અંધકાર દૂર કરીને દિવસની રોશની લાવી શકે છે તે આવી રીતે ભય અને ડર દૂર કરીને પનાહ માંગવાવાળાઓને શાંતિ પણ પ્રદાન કરી શકે છે, અથવા મનુષ્ય રાત્રે જેવી રીતે એ વાતની રાહ જોઈ રહ્યો હોય છે કે સવારે અજવાળું થઈ જશે, આવી રીતે ડરી ગયેલો મનુષ્ય પનાહ વડે સફળતાના સૂરજ નીકળવાની ઉમ્મીદ રાખે છે. (ફતહુલ કદીર)
(૨) તે દરેક વસ્તુની બૂરાઈથી જે તેણે પેદા કરી છે.
(૩) અને રાત્રિના અંધકારની બૂરાઈથી, જ્યારે તેનો અંધકાર છવાઈ જાય.
(૪) અને ગાંઠો (લગાવીને)તેમાં ફૂંક મારનારીઓની બૂરાઈથી (પણ)
(૫) અને ઈર્ષા (હસદ) કરવાવાળાની બૂરાઈથી પણ જ્યારે તે ઈર્ષા કરે.[3] (ع-૧)
[3] ઈર્ષા (હસદ) એ છે કે હસદ કરનાર બીજાઓની સારી વસ્તુઓને ખત્મ કરવાની તમન્ના કરે છે, એટલા માટે તેનાથી પણ પનાહ માંગવામાં આવી છે કેમકે હસદ પણ એક મોટી બીમારી છે જે નેકીઓને ખાઈ જાય છે.