(૭) બેશક યૂસુફ અને તેમના ભાઈઓના વિષે પ્રશ્ન કરનારાઓ માટે મોટી નિશાનીઓ છે.
(૮) જ્યારે તેમણે કહ્યું કે, “યૂસુફ અને તેમનો ભાઈ આપણા પિતાને આપણા કરતા વધારે વહાલા છે જો કે આપણે તાકતવર જૂથ છીએ, કોઈ શંકા નથી કે આપણા પિતા સ્પષ્ટ ભટકાવમાં છે.”
(૯) યૂસુફને કતલ કરી નાખો અથવા તેમને અજ્ઞાત જગ્યા પર પહોંચાડી દો, જેથી તમારા પિતાનું ધ્યાન તમારા તરફ થઈ જાય, તેના પછી તમે નેક બનીને રહેજો .
(૧૦) તેમનામાંથી એકે કહ્યું કે, “યૂસુફને કતલ ન કરો પરંતુ કોઈ અવાવરા કૂવામાં નાખી દો[1] કે તેને કોઈ કાફલો ઉઠાવીને લઈ જાય, જો તમારે કરવું જ હોય તો આ રીતે કરો.”
(૧૧) તેમણે કહ્યું કે, “હે પિતાજી! આખરે યૂસુફના વિશે તમે અમારા ઉપર વિશ્વાસ કેમ નથી કરતા, અમે તો તેના હિતેચ્છુ છીએ.
(૧૨) કાલે તમે તેમને અમારા સાથે જરૂર મોકલી આપો કે ખૂબ ખાઈશું-પીશું અને રમીશું,[1] તેની રક્ષા માટે અમે જવાબદાર છીએ.
(૧૩) (યાકૂબે) કહ્યું કે, “તેને તમારું લઈ જવું મારા માટે ખૂબજ દુઃખદ હશે, મને એ ડર પણ રહ્યા કરશે કે તમારી લાપરવાહીમાં તેને વરું ખાઈ જાય.”
(૧૪) તેમણે જવાબ આપ્યો કે, “અમારા જેવા મોટા તાકતવર જૂથની હાજરીમાં પણ જો તેમને વરું ખાઈ જાય તો અમે સાવ નકામા થયા
(૧૫) પછી જ્યારે તેમને લઈ ગયા અને બધાએ મળીને નક્કી કરી લીધુ કે તેમને અવાવરા કૂવામાં નાખી દઈએ, અમે યૂસુફ તરફ વહી મોકલી કે બેશક (સમય આવી રહ્યો છે) કે તમે તેઓને આ વાતની ખબર એવી હાલતમાં આપશો કે તેઓ જાણતા ન હોય.
(૧૬) અને રાત્રિના સમયે (તે બધા) પોતાના પિતા પાસે રડતાં-રડતાં પહોંચ્યા.
(૧૭) અને કહેવા લાગ્યા કે, “વહાલા પિતાજી! અમે એકબીજાથી દોડવામાં લાગી ગયા અને યૂસુફને સામાન પાસે છોડી દીધા તો વરું તેમને ખાઈ ગયું, તમે તો અમારી વાતનો વિશ્વાસ નહિ કરો, ભલેને અમે પૂરી રીતે સાચા જ હોઈએ.”
(૧૮) અને યૂસુફના ખમીશને જૂઠા લોહીથી ભિજવીને લાવ્યા હતા, (પિતાએ) કહ્યું, “(આ રીતે નહિ) બલ્કે તમે પોતાના મનથી જ એક વાત બનાવી લીધી છે, હવે સબ્ર જ બહેતર છે,[1] અને તમારી બનાવેલી વાતો ઉપર અલ્લાહથી જ મદદ માટે દુઆ છે.”
(૧૯) અને એક કાફલો આવ્યો અને તેમણે પોતાના પાણી ભરવાવાળાને મોકલ્યો, તેણે પોતાની ડોલ લટકાવી દીધી, કહેવા લાગ્યો વાહ! ખુશીની વાત છે, આ તો એક બાળક છે,[1] તે લોકોએ તેમને વેપારનો માલ સમજી સંતાડી દીધા અને અલ્લાહ (તઆલા) તેનાથી વાકેફ હતો જે કંઈ તેઓ કરી રહ્યા હતા.
(૨૦) અને તેઓએ તેમને ઘણી ઓછી કિંમતમાં (એટલે કે) ગણતરીના કેટલાક દિરહમોમાં વેચી નાખ્યા, તેઓ તો યૂસુફના વિશે ઘણા નિરસ હતા. (ع-૨)