(૧૯) શું તે વ્યક્તિ જે આ ઈલ્મ રાખતો હોય કે જે તમારા તરફ તમારા રબ તરફથી ઉતારવામાં આવ્યુ છે તે સત્ય છે, તે વ્યક્તિના જેવો હોઈ શકે છે જે આંધળો હોય?[1] નસીહત તો તેઓ જ ક્બૂલ કરે છે જેઓ અકલમંદ હોય છે.
(૨૦) જેઓ અલ્લાહને આપેલ વચન પૂરું કરે છે અને વચન તોડતા નથી.[1]
(૨૧) અને અલ્લાહ (તઆલા) એ જે વસ્તુઓને જોડવાનો હુકમ આપ્યો છે તેઓ તેને જોડે છે અને તે લોકો પોતાના રબથી ડરે છે અને હિસાબની સખતીનો ડર રાખે છે.
(૨૨) અને તે લોકો પોતાના રબની પ્રસન્નતા માટે સબ્ર કરે છે અને નમાઝોને લગાતાર કાયમ કરે છે અને જે કંઈ અમે તેમને આપી રાખ્યુ છે તેને જાહેરમાં અને છૂપી રીતે ખર્ચ કરે છે, અને બૂરાઈને ભલાઈથી દૂર કરે છે, તેમના માટે જ આખિરતમાં ઘર છે.
(૨૩) અને હંમેશા રહેવા માટે બગીચા[1] જ્યાં તેઓ પોતે જશે અને તેમના બાપ-દાદાઓ અને પત્નીઓ અને સંતાનોમાંથી પણ જેઓ નેક કામ કરનારા હશે, તેમના નજીક ફરિશ્તાઓ દરેક દરવાજાથી આવશે.
(૨૪) (કહેશે કે) તમારા પર સલામતી થાય, સબ્રના બદલામાં, કેવો સરસ બદલો છે આ આખિરતના ઘરનો.
(૨૫) અને જે લોકો અલ્લાહના વચનને તેની મજબૂતીના પછી તોડી નાખે છે અને જે વસ્તુઓને જોડવાનો હુકમ આપ્યો છે તેને તોડી નાખે છે અને ધરતીમાં ફસાદ (ઉપદ્રવ) ફેલાવે છે, તેમના માટે ફિટકાર છે અને તેમના માટે ખરાબ ઠેકાણું છે.[1]
(૨૬) અલ્લાહ (તઆલા) જેની રોજી ચાહે છે વધારે છે અને જેની ચાહે ઘટાડે છે, આ તો દુનિયાના જીવનમાં મસ્ત થઈ ગયા,[1] જો કે દુનિયા આખિરતની સરખામણીમાં ઘણી તુચ્છ પૂંજી છે.[2] (ع-૩)