Surah Al-Qari'ah
સૂરહ અલ-કારિઅહ
સૂરહ અલ-કારિઅહ
સૂરહ અલ-કારિઅહ (૧૦૧)
આફત
સૂરહ અલ-કારિઅહ[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં અગિયાર (૧૧) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) ખડખડાવી નાખવાવાળી ?
(૨) શું છે તે ખડખડાવી નાખવાવાળી?
(૩) તમને શું ખબર કે તે ખડખડાવી નાખનાર શું છે?
(૪) જે દિવસે મનુષ્યો વિખરાયેલા પતંગિયાની જેમ થઈ જશે.
(૫) અને પહાડ પીંજેલા રંગીન ઊનની જેમ થઈ જશે.[2]
(૬) પછી જેના પલ્લાં ભારે હશે.
(૭) તે ખૂબ જ સુખઃદાયી જીવનમાં હશે.
(૮) અને જેના પલ્લાં હલકા હશે.
(૯) તેનું ઠેકાણું “હાવિયા” હશે.[3]
(૧૦) તમને શું ખબર કે તે શું છે ?
(૧૧) તે ખૂબ જ ભડકે બળતી આગ છે.[4] (ع-૧)