Surah Maryam

સૂરહ મરયમ

આયત : ૯૮ | રૂકૂઅ : ૬

સૂરહ મરયમ (૧૯)

મરયમ

સૂરહ મરયમ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. સૂરહ માં અઠ્ઠાણુ (૯૮) આયતો અને છ (૬) રૂકૂઅ છે.


હબ્શાની હિજરતના વિશે બતાવવામાં આવ્યું છે કે ઈથોપિયા (હબ્શા) ના રાજા નજાશી અને તેના દરબારીઓ અને વજીરોના સામે જયારે સૂરઃ મરયમનો શરૂઆતનો ભાગ હજરત જાફર બિન અબી તાલિબે સંભળાવ્યો તો તેને સાંભળીને બધાની દાઢીઓ આંસુઓથી ભીની થઈ ગઈ અને નજાશીએ કહ્યું કે આ કુરઆન અને હજરત ઈસા જે લાવ્યા હતા, તે એક જ પ્રકાશની કિરણો છે.

(ફતહુલ કદીર)