Surah Al-Humazah
સૂરહ અલ-હુમઝહ
સૂરહ અલ-હુમઝહ
સૂરહ અલ-હુમઝહ (૧૦૪)
નિંદા કરનાર
સૂરહ અલ-હુમઝહ[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં નવ (૯) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) મહા વિનાશ છે તે વ્યક્તિ માટે જે ખામીઓ (ત્રુટિઓ) શોધવાવાળો અને ચુગલી કરવાવાળો હોય.
(૨) જે માલ (ધન) એકઠો કરતો જાય અને ગણતો જાય.[2]
(૩) તે સમજે છે કે તેનો માલ તેના પાસે હંમેશા રહેશે.
(૪) કદાપિ નહીં, તેને તો ચોક્કસ ભાંગીને ભુક્કો કરી દેવાવાળી આગમાં ફેંકી દેવામાં આવશે.
(૫)અને તમને શું ખબર કે આવી આગ શું હશે ?
(૬)તે અલ્લાહની સળગાવેલી આગ હશે.
(૭) જે દિલો ઉપર ચઢતી જશે.
(૮) દરેક બાજુથી બંધ કરી દેવામાં આવશે.
(૯) તેમના ઉપર ઊંચા-ઊંચા સ્તંભોમાં.(ع-૧)