Surah Al-Qalam
સૂરહ અલ-કલમ
સૂરહ અલ-કલમ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) નૂન [1] ! સોગંદ છે કલમના[2] અને તેના જે કંઈ તેઓ (ફરિશ્તાઓ) લખે છે.
(૨) તમે તમારા રબની કૃપા થી ઉન્માદી (દીવાના) નથી. [3]
(૩) અને બેશક તમારા માટે ખતમ ન થવાવાળો બદલો છે. [4]
(૪) અને બેશક તમે ખૂબ જ (ઉચ્ચ) સ્વભાવ (સદગુણો) પર છો. [5]
(૫) તો હવે તમે પણ જોઈ લેશો અને તેઓ પણ જોઈ લેશે.
(૬) કે તમારામાંથી કોણ ફિત્નામાં પડેલ છે.
(૭) બેશક તમારો રબ પોતાના માર્ગથી ભટકેલાઓને સારી રીતે જાણે છે અને સનમાર્ગ પર ચાલનારાઓને પણ સારી રીતે જાણે છે.
(૮) તો તમે જૂઠાડનારાઓની (વાત) ન સ્વીકારો.
(૯) આ લોકો તો ઈચ્છે છે કે તમે થોડાક નરમ પડી જાઓ તો તેઓ પણ નરમ પડી જાય. [6]
(૧૦) અને તમે કોઈ એવા વ્યક્તિનું કહેવું ન માનશો જે વધારે સોગંદો ખાવાવાળો હીન માણસ હોય.
(૧૧) મહેણાં મારનારો, ખામી કાઢવાવાળો અને ચાડીઓ (ચુગલી) કરવાવાળો હોય.
(૧૨) ભલાઈથી રોકવાવાળો, હદથી આગળ વધી જનારો ગુનેહગાર હોય.
(૧૩) ઘમંડી પછી સાથે જ બદનામ હોય.
(૧૪) (તેનો વિદ્રોહ) ફક્ત એટલા માટે છે કે તે ધનવાન અને સંતાનવાળો છે.
(૧૫) જ્યારે તેના સામે અમારી આયતો પઢવામાં આવે છે તો એવું કહી દે છે કે, “આ તો પહેલાના લોકોના કિસ્સાઓ છે.”
(૧૬) અમે પણ તેની નાક પર ડામ લગાડીશું. [7]
(૧૭) બેશક અમે તેમની એવી રીતે જ પરીક્ષા લીધી [8] જેવી રીતે અમે બાગવાળાઓની પરીક્ષા લીધી હતી, [9] જયારે કે તેમણે સોગંદ ખાધી કે સવાર થતા જ તેના (બાગના) ફળ તોડી લઈશું.
(૧૮) અને ઈન્શા અલ્લાહ (અલ્લાહ ચાહશે તો) ન કહ્યું.
(૧૯) તો તે બાગ ઉપર તમારા રબ તરફથી એક બલા (આફત) ચારે તરફથી ફરી વળી અને તેઓ તો ઊંઘી જ રહ્યા હતા.
(૨૦) તો તે (બાગ) એવો થઈ ગયો જાણે કે કપાઈ ગયેલ ખેતી. [10]
(૨૧) હવે સવાર થતાં જ તે લોકોએ એક-બીજાને પોકાર્યા.
(૨૨) કે જો તમારે ફળ તોડવા જ હોય તો પોતાના ખેતરોમાં સવારે જ ચાલી નીકળો.
(૨૩) પછી તેઓ સૌ છાંના-માંના વાતો કરતા ચાલ્યા.
(૨૪) કે આજના દિવસે તમારા પાસે કોઈ ગરીબ ન આવે.
(૨૫) અને જલ્દી-જલ્દી સવારે જ પહોંચી ગયા (સમજતા હતા) અમે કાબૂ મેળવી લીધો.
(૨૬) પછી જ્યારે તેમણે બાગ જોયો તો કહેવા લાગ્યા કે, “બેશક અમે માર્ગ ભૂલી ગયા.
(૨૭) કદાપિ નહિં, પરંતુ અમને મહેરૂમ (વંચિત) કરી દેવામાં આવ્યા.”
(૨૮) તેમના બધામાંથી જે સારો હતો તેણે કહ્યું કે, “હું તમને બધાને કહેતો ન હતો કે તમે (અલ્લાહની) તસ્બીહ કેમ નથી કરતા?” [11]
(૨૯) (તો) બધા કહેવા લાગ્યા કે, “અમારો રબ પવિત્ર છે, બેશક અમે જ જાલિમ હતા.” [12]
(૩૦) પછી તેઓ એક-બીજા સામે મોઢું કરીને ઠપકો આપવા લાગ્યા.
(૩૧) કહેવા લાગ્યા, હાય અફસોસ! અમે જ વિદ્રોહી હતા.
(૩૨) શક્ય છે કે અમારો રબ અમને આનાથી સારો બદલો આપી દે, બેશક અમે અમારા રબથી જ ઉમ્મીદ રાખીએ છીએ.
(૩૩) આવી જ રીતે અઝાબ આવે છે, અને આખિરતનો અઝાબ ખૂબ જ મોટો છે, કાશ ! આ લોકો બુદ્ધિ ધરાવતા હોત. (ع-૧)