(૨૨) જાલિમોને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહના સિવાય બંદગી કરતા હતા.
(૨૩) (તે બધાને) ભેગા કરીને તેમને જહન્નમનો રસ્તો દેખાડી દો.
(૨૪) અને આમને રોકી દો,[1] (એટલા માટે કે) આમને જરૂરી સવાલ પૂછવા છે.
(૨૫) શું કારણ છે કે તમે (આ સમયે) એકબીજાની મદદ કરતા નથી ?
(૨૬) બલ્કે તેઓ (બધા) આજે ફરમાબરદાર બની ગયા.
(૨૭) અને તેઓ એકબીજાને સંબોધિને સવાલ-જવાબ કરવા લાગશે.
(૨૮) કહેશે કે, “તમે તો અમારા પાસે અમારી જમણી બાજુથી આવતા હતા.”
(૨૯) તેઓ જવાબ આપશે કે, “નહિં, બલ્કે તમે જ ઈમાનવાળા ન હતા.[1]
(૩૦) અને અમારૂ તમારા પર કોઈ જોર ન હતું, બલ્કે તમે લોકો વિદ્રોહી હતા.[1]
(૩૧) હવે તો અમારા (બધા) પર અમારા રબની આ વાત સાબિત થઈ ચૂકી કે અમે (અઝાબની) મજા ચાખવાના છીએ.
(૩૨) તો અમે તમને ગુમરાહ કર્યા, અમે તો પોતે પણ ગુમરાહીમાં હતા.”
(૩૩) તો હવે આજના દિવસે (બધા જ) અઝાબમાં ભાગીદાર હશે.
(૩૪) અમે ગુનેહગારોના સાથે આમ જ કરીએ છીએ.
(૩૫) આ તે (લોકો) છે કે જ્યારે તેમને કહેવામાં આવતું કે, “અલ્લાહના સિવાય કોઈ મા'બૂદ નથી”, તો આ લોકો ઘમંડ કરતા હતા.
(૩૬) અને કહેતા હતા કે, “શું અમે અમારા મા'બૂદોને એક ઉન્માદી (દીવાના) કવિની વાત પર છોડી દઈએ ?
(૩૭) (નહિં, નહિં) બલ્કે નબી તો સત્ય (સાચો ધર્મ) લાવ્યા છે અને તમામ રસૂલોને સાચા જાણે છે.
(૩૮) બેશક તમે પીડાકારી સજાઓ (ની મજા) ચાખવાના છો.
(૩૯) અને તમને તેનો જ બદલો આપવામાં આવશે જે તમે કરતા હતા.[1]
(૪૦) પરંતુ અલ્લાહ (તઆલા)ના વિશિષ્ટ (મુખલિસ) બંદાઓ.
(૪૧) તેમના માટે જ જાણીતી રોજી છે.
(૪૨) (દરેક પ્રકારના) મેવા અને તેઓ સન્માનિત અને આદરણીય હશે.
(૪૩) કૃપાઓથી ભરપુર જન્નતમાં.
(૪૪) આસનો પર એકબીજાના સામે બેઠા હશે.
(૪૫) શરાબના પ્યાલાઓનો દોર તેમના વચ્ચે ચાલી રહ્યો હશે.[1]
(૪૬) જે સ્વચ્છ સફેદ અને પીવામાં સ્વાદિષ્ટ હશે.
(૪૭) ન તેનાથી માથામાં દર્દ થશે અને ન તેના પીવાથી બહેકી જશે.
(૪૮) અને તેમના નજીક નીચી અને મોટી-મોટી આંખોવાળી (હૂરો) હશે.
(૪૯) એવી જેવી કે છૂપાયેલા ઈંડા.[1]
(૫૦) (જન્નતવાળાઓ) એકબીજા તરફ મોઢાં કરીને પૂછશે.[1]
(૫૧) તેમાંથી એક કહેવાવાળો કહેશે કે, “મારો એક નજીકનો (સાથી) હતો.
(૫૨) જે (મને) કહ્યા કરતો હતો કે, “શું તું (કયામતના આવવામાં) વિશ્વાસ કરનારાઓમાંથી છે ? ”
(૫૩) શું જ્યારે કે આપણે મરીને માટી તથા હાડકાં બની જઈશું તો શું આપણને બદલો આપવામાં આવશે?
(૫૪) કહેશે, “શું તમે ચાહો છો કે ઝાંકીને જોઈ લો ?
(૫૫) જોતા જ તેને જહન્નમના વચ્ચોવચ(બળતો) જોશે.
(૫૬) કહેશે, “અલ્લાહની કસમ! નજીક જ હતું કે તું મને પણ બરબાદ કરી દેતો.
(૫૭) અને જો મારા રબની કૃપા ન હોત તો હું પણ જહન્નમમાં હાજર કરવામાં આવેલાઓમાંથી હોત.
(૫૮) શું (આ સાચું છે કે) હવે અમે મરવાના જ નથી?
(૫૯) સિવાય પહેલી એક મોતના, અને ન અમને અઝાબ આપવામાં આવશે.”
(૬૦) પછી તો સ્પષ્ટ વાત છે) આ મહાન સફળતા છે.
(૬૧) આવી જ (સફળતા) માટે કર્મ કરનારાઓએ કર્મ કરવા જોઈએ.
(૬૨) શું આ મહેમાની સારી છે કે ઝક્કૂમનુ વૃક્ષ ?[1]
(૬૩) જેને અમે જાલિમો માટે કઠીન અજમાયશ બનાવી દીધું છે.
(૬૪) બેશક તે વૃક્ષ જહન્નમના તળિયામાંથી નીકળે છે.
(૬૫) જેના ગુચ્છાઓ શેતાનોના માથા જેવા હોય છે.[1]
(૬૬) જહન્નમવાળાઓ આ વૃક્ષને ખાશે અને તેનાથી જ પેટ ભરશે.
(૬૭) પછી તેના ઉપર ઊકળતું પાણી પીવું પડશે.
(૬૮) પછી તેમના બધાનું પલટવું જહન્નમ (આગના અઝાબ) તરફ હશે.
(૬૯) વિશ્વાસ કરો કે તેમણે પોતાના બાપ-દાદાઓને ગુમરાહ જોયા.
(૭૦) અને આ લોકો તેમના જ પદચિન્હો પર ચાલી નીકળ્યા.
(૭૧) અને તેમના અગાઉ પણ ઘણા લોકો ગુમરાહ થઈ ચૂક્યા છે.
(૭૨) અને તેમના વચ્ચે અમે સચેત કરનારા (રસૂલો) મોકલ્યા હતા.
(૭૩) હવે તમે જોઈ લો કે જેમને ચેતવવામાં આવ્યા હતા તેમનું પરિણામ શું આવ્યું ?
(૭૪) સિવાય અલ્લાહના વિશિષ્ટ (મુખલિસ) બંદાઓના. (ع-૨)