(૬૯) શું તમે તેમને નથી જોયા જેઓ અલ્લાહની આયતોમાં ઝઘડે છે, કે તેઓ ક્યાંથી ફેરવી દેવામાં આવે છે ?
(૭૦) જે લોકોએ કિતાબને જૂઠાડી અને તેને પણ જેને અમે અમારા રસૂલના સાથે મોકલ્યુ, તેમને ખૂબ જલ્દી હકીકતનું જ્ઞાન થઈ જશે.
(૭૧) જ્યારે તેમની ગરદનોમાં તોક હશે અને સાંકળો હશે, અને ખેંચીને લઈ જવામાં આવશે.
(૭૨) ઊકળતા પાણીમાં, અને પછી જહન્નમની આગમાં બાળવામાં આવશે.
(૭૩) પછી તેમને પૂછવામાં આવશે કે, “જેમને તમે ભાગીદાર ઠેરવતા હતા તેઓ ક્યાં છે ?”
(૭૪) જે અલ્લાહ (તઆલા)ના સિવાય હતા, તેઓ કહેશે કે, “અમારાથી ખોવાઈ ગયા, બલ્કે અમે તો આના પહેલા કોઈને પણ પોકારતા ન હતા.” અલ્લાહ કાફિરોને આવી રીતે ભટકાવે છે.
(૭૫) આ (બદલો) છે તે વસ્તુનો જે તમે ધરતી પર અસત્યમાં મગ્ન રહેતા હતા અને (બેકાર) ઈતરાતા ફરતા હતા.
(૭૬) (હવે આવો) જહન્નમમાં હંમેશા રહેવા માટે (તેના) દરવાજાઓમાંથી દાખલ થઈ જાઓ. કેવું ખરાબ ઠેકાણું છે અહંકાર કરનારાઓના માટે.
(૭૭) તો તમે સબ્ર કરો, અલ્લાહનો વાયદો તદ્દન સાચો છે તેમને અમે જે વાયદાઓ આપી રાખ્યા છે તેમાંથી કેટલાકને અમે તમને દેખાડીશું અથવા તેના પહેલાં તમને મૃત્યુ આપી દઈએ, તેમને અમારા તરફ જ પાછા ફરવાનું છે.
(૭૮) બેશક અમે તમારા પહેલા પણ ઘણાં રસૂલો મોકલી ચૂક્યા છીએ જેમાંથી કેટલાકના કિસ્સાઓ અમે તમને સંભળાવી ચૂક્યા છીએ અને કેટલાકના કિસ્સાઓ તો અમે તમને સંભળાવ્યા જ નથી, અને કોઈ રસૂલના વશમાં નથી કે કોઈ ચમત્કાર અલ્લાહની પરવાનગી વગર લાવી શકે,[1] પછી જે સમયે અલ્લાહનો હુકમ આવશે તો સચ્ચાઈ સાથે ફેંસલો કરી દેવામાં આવશે અને તે વખતે જૂઠા લોકો નુકસાનમાં રહેશે. (ع-૮)