(૨૬) આ ધરતી પર જે કંઈ છે તે બધાનો નાશ થનાર છે.
(૨૭) ફક્ત તમારા રબની હસ્તી જ બાકી રહેશે જે મહાપ્રતિષ્ઠિત અને અત્યંત કૃપાવાન છે.
(૨૮) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૨૯) બધા આકાશો અને ધરતીવાળા તેનાથી જ માંગે છે, દરરોજ તે કોઈને કોઈ કામમાં હોય છે.[1]
(૩૦) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૩૧) (હે જીન્નાતો અને મનુષ્યોના સમુહ!) નજીકમાં જ અમે તમારા તરફ સંપૂર્ણ રીતે આકર્ષિત થઈ જઈશું.[1]
(૩૨) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૩૩) (હે જીન્નાતો અને મનુષ્યોના સમુહ!) જો તમે આકાશો અને ધરતીની હદથી નીકળી શકવાની તાકાત ધરાવતા હોવ તો નીકળી જાઓ, પણ વગર સત્તાએ (અને તાકાતે) તમે નથી નીકળી શકતા.[1]
(૩૪) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૩૫) તમારા ઉપર આગની જવાળા અને ધુમાડો છોડવામાં આવશે પછી તમે તેનો મુકાબલો નહીં કરી શકો.
(૩૬) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૩૭) પછી જયારે આકાશ ફાટીને લાલ થઈ જશે, જેમકે લાલ (સુંવાળું) ચામડું હોય.[1]
(૩૮) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૩૯) તે દિવસે કોઈ મનુષ્ય કે જીન્નાતથી તેમના ગુનાહો વિશે પૂછપરછ નહીં કરવામાં આવે.
(૪૦) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૪૧) ગુનેહગારોને તેમના ચહેરાથી જ ઓળખી લેવામાં આવશે[1]પછી તેમને માથાના વાળ અને પગ પકડી-પકડીને ઘસડીને લઈ જવામાં આવશે.
(૪૨) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ?
(૪૩) આ તે જ જહન્નમ છે જેને અપરાધીઓ જૂઠી માનતા હતા.
(૪૪) તેના અને ગરમ ઊકળતા પાણીની વચ્ચે આંટા માર્યા કરશે.
(૪૫) તો તમે પોતાના રબની કઈ-કઈ નેઅમતોને જૂઠાડશો ? (ع-૨)