Surah Ali 'Imran
સૂરહ આલે ઈમરાન
સૂરહ આલે ઈમરાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૭૨) જે લોકો ઝખ્મી થયા પછી (પણ) અલ્લાહ અને રસૂલનો હુકમ માની લીધો અને તેમનામાંથી જેણે નેક કામ કર્યા અને પરહેઝગાર રહ્યા તેમના માટે મોટો બદલો છે.
(૧૭૩) જેમને લોકોએ કહ્યું કે લોકો તમારા માટે ભેગા થઈ ચૂક્યા છે એટલા માટે તેમનાથી ડરો, તો તેમનું ઈમાન વધી ગયું અને કહ્યું કે અલ્લાહ અમારા માટે પૂરતો છે અને તે સૌથી સારો સંરક્ષક છે.[76]
(૧૭૪) (સાબિત એ થયું કે) તેઓ અલ્લાહની કૃપા સાથે પાછા ફર્યા, તેમને કોઈ દુઃખ ન પહોંચ્યું, તેઓએ અલ્લાહની પ્રસન્નતાનો રસ્તો અપનાવ્યો અને અલ્લાહ મોટો ફઝલવાળો છે.
(૧૭૫) આ શયતાન જ છે જે પોતાના દોસ્તોથી ડરાવે છે, એટલા માટે તેમનાથી ન ડરો મારાથી જ ડરો, જો તમે ઈમાનવાળા છો.
(૧૭૬) જે ઝડપથી કુફ્ર તરફ જઈ રહ્યા છે, તેમનાથી તમે ગમગીન ન થાઓ, તેઓ અલ્લાહ (તઆલા)નું કશું બગાડી નહિં શકે, અલ્લાહ આખિરતમાં તેમને કોઈ હિસ્સો આપવા ઈચ્છતો નથી,[77] અને તેમના માટે મોટો અઝાબ છે.
(૧૭૭) કુફ્રને ઈમાનના બદલામાં ખરીદનારા લોકો કદાપિ અલ્લાહ (તઆલા)ને કોઈ નુકશાન નહિં પહોંચાડી શકે અને તેમના માટે સખત અઝાબ છે.
(૧૭૮) કાફિર લોકો એવું ન વિચારે કે અમારું તેમને મહેતલ આપવું તેમના માટે સારું છે, અમે આ મહેતલ એટલા માટે આપી રહ્યા છીએ કે તેઓ વધારે ગુનાહ કરી લે, અને તેમના માટે અપમાનજનક અઝાબ છે.[78]
(૧૭૯) જે હાલતમાં તમે છો તેના પર અલ્લાહ ઈમાનવાળાઓને છોડી નહિ દે, જયાં સુધી કે પવિત્ર અને અપવિત્રને અલગ ન કરી દે, અને ન અલ્લાહ એવો છે કે તમને ગૈબથી બાખબર કરી દે, પરંતુ અલ્લાહ પોતાના રસૂલોમાંથી જેને ઈચ્છે ચૂંટી લે છે, એટલા માટે તમે અલ્લાહ (તઆલા) પર અને તેના રસૂલો પર ઈમાન રાખો, જો તમે ઈમાન લાવો અને અલ્લાહથી પરહેઝગારી કરો તો તમારા માટે ઘણો મોટો બદલો છે.
(૧૮૦) અને જેમને અલ્લાહે પોતાની કૃપાથી (ધન) આપ્યુ છે અને તેઓ તેમાં કંજૂસી કરે છે તો તેને સારું ન સમજે પરંતુ તે તેમના માટે ઘણું ખરાબ છે, તેઓએ જે (ધન)માં કંજૂસી કરી છે કયામતના દિવસે તેમના (ગળાનો) તોક હશે[79] અને આકાશો અને ધરતીનો અધિકાર ફક્ત અલ્લાહ માટે જ છે, અને તે તમારા કાર્યોને જાણે છે.