Surah Al-Kawthar

સૂરહ અલ-કૌસર

આયત : | રૂકૂ : ૧

સૂરહ અલ-કૌસર (૧૦)

પ્રચુરતા / વિપુલતા

સૂરહ અલ-કૌસર મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ત્રણ () આયતો અને એક (૧) રૂકૂઅ છે.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

اِنَّاۤ اَعْطَیْنٰكَ الْكَوْثَرَ ؕ (1)

(૧) બેશક અમે તમને કૌસર (વિપુલતા) (અને ઘણુ બધુ) આપ્યું છે.


فَصَلِّ لِرَبِّكَ وَ انْحَرْ ؕ (2)

(૨) તો તમે તમારા રબ માટે નમાઝ પઢો અને કુરબાની કરો.


اِنَّ شَانِئَكَ هُوَ الْاَبْتَرُ ۧ (3)

(૩) બેશક તમારો દુશ્મન જ લાવારિસ અને નામોનિશાન વગરનો છે. (ع-)