Surah Az-Zukhruf
સૂરહ અઝ્-ઝુખરુફ
રૂકૂઅ : ૫
આયત ૪૬ થી ૫૬
وَ لَقَدْ اَرْسَلْنَا مُوْسٰى بِاٰیٰتِنَاۤ اِلٰى فِرْعَوْنَ وَ مَلَاۡئِهٖ فَقَالَ اِنِّیْ رَسُوْلُ رَبِّ الْعٰلَمِیْنَ (46)
(૪૬) અને અમે મૂસા (અ.સ.) ને અમારી નિશાનીઓ આપીને ફિરઔન અને તેના દરબારીઓ પાસે મોકલ્યા તો (મૂસાએ જઈને) કહ્યું કે હું સમગ્ર સૃષ્ટિના રબનો રસૂલ (સંદેશાવાહક) છું.
فَلَمَّا جَآءَهُمْ بِاٰیٰتِنَاۤ اِذَا هُمْ مِّنْهَا یَضْحَكُوْنَ (47)
(૪૭) તો જ્યારે તે અમારી નિશાનીઓ લઈને તેમના પાસે આવ્યા તો તેઓ અચાનક તેમના પર હસવા લાગ્યા.
وَ مَا نُرِیْهِمْ مِّنْ اٰیَةٍ اِلَّا هِیَ اَكْبَرُ مِنْ اُخْتِهَا {ز} وَ اَخَذْنٰهُمْ بِالْعَذَابِ لَعَلَّهُمْ یَرْجِعُوْنَ (48)
(૪૮) અને અમે જે નિશાની તેમને દેખાડતા હતા, તે બીજાથી ચઢિયાતી હોતી, અને અમે તેમને અઝાબમાં પકડી લીધા જેથી તેઓ અટકી જાય.
وَ قَالُوْا یٰۤاَیُّهَ السّٰحِرُ ادْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِنْدَكَ ۚ اِنَّنَا لَمُهْتَدُوْنَ (49)
(૪૯) અને તેમણે કહ્યું કે હે જાદૂગર! અમારા માટે પોતાના રબથી તેની દુઆ કર જેનો તને વાયદો આપી રાખ્યો છે. વિશ્વાસ કરો કે અમે માર્ગ પર આવી જઈશું.
فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ الْعَذَابَ اِذَا هُمْ یَنْكُثُوْنَ (50)
(૫૦) પછી જ્યારે અમે તેમના પરથી અઝાબ હટાવી દીધો તો તેમણે તે જ સમયે પોતાનો વાયદો અને પ્રતિજ્ઞા તોડી નાખ્યા.
وَ نَادٰى فِرْعَوْنُ فِیْ قَوْمِهٖ قَالَ یٰقَوْمِ اَلَیْسَ لِیْ مُلْكُ مِصْرَ وَ هٰذِهِ الْاَنْهٰرُ تَجْرِیْ مِنْ تَحْتِیْ ۚ اَفَلَا تُبْصِرُوْنَ ؕ (51)
(૫૧) અને ફિરઔને પોતાના સમુદાયમાં એલાન કરાવ્યુ અને કહ્યું કે હે મારી કોમના લોકો! શું મિસ્રનો દેશ મારો નથી અને મારા રાજમહેલોના નીચે જે નહેરો વહી રહી છે ? શું તમે જોતા નથી ?
اَمْ اَنَا خَیْرٌ مِّنْ هٰذَا الَّذِیْ هُوَ مَهِیْنٌ{ ۙ٥} وَّ لَا یَكَادُ یُبِیْنُ (52)
(૫૨) બલ્કે હું બહેતર છું તેના મુકાબલામાં જે તુચ્છ છે અને સ્પષ્ટ બોલી પણ નથી શક્તો.
فَلَوْ لَاۤ اُلْقِیَ عَلَیْهِ اَسْوِرَةٌ مِّنْ ذَهَبٍ اَوْ جَآءَ مَعَهُ الْمَلٰٓئِكَةُ مُقْتَرِنِیْنَ (53)
(૪૩) સારૂં, આના પર સોનાના કંગન કેમ ન ઉતર્યા ? અથવા આના સાથે ફરિશ્તાઓ ટોળુ થઈને સમૂહોમાં આવી જતાં.
فَاسْتَخَفَّ قَوْمَهٗ فَاَطَاعُوْهُ ؕ اِنَّهُمْ كَانُوْا قَوْمًا فٰسِقِیْنَ (54)
(૫૪) તો તેણે પોતાની જાતિના લોકોને ફોસલાવ્યા અને તેઓએ તેનું માની લીધું. બેશક તેઓ બધા જ ફાસિક લોકો હતા.
فَلَمَّاۤ اٰسَفُوْنَا انْتَقَمْنَا مِنْهُمْ فَاَغْرَقْنٰهُمْ اَجْمَعِیْنَ ۙ (55)
(૫૫) પછી જ્યારે તેઓએ અમને ક્રોધિત કર્યા તો અમે તેમનાથી બદલો લીધો અને બધાને ડૂબાડી દીધા.
فَجَعَلْنٰهُمْ سَلَفًا وَّ مَثَلًا لِّلْاٰخِرِیْنَ ۧ (56)
(૫૬) તો અમે તેમને નકામા કરી દીધા અને પાછળ આવનારાઓના માટે નમૂનો બનાવી દીધા. (ع-૫)