Ar-Rum
સૂરહ અર્-રૂમ
રૂકૂઅ : ૩
આયત ૨૦ થી ૨૭
وَ مِنْ اٰیٰتِهٖۤ اَنْ خَلَقَكُمْ مِّنْ تُرَابٍ ثُمَّ اِذَاۤ اَنْتُمْ بَشَرٌ تَنْتَشِرُوْنَ (20)
(૨૦) અને અલ્લાહની નિશાનીઓમાંથી એ છે કે તેણે તમને માટીમાંથી પેદા કર્યા, પછી હવે મનુષ્ય બનીને (ધરતીમાં) ફેલાઈ રહ્યા છો.
وَ مِنْ اٰیٰتِهٖۤ اَنْ خَلَقَ لَكُمْ مِّنْ اَنْفُسِكُمْ اَزْوَاجًا لِّتَسْكُنُوْۤا اِلَیْهَا وَ جَعَلَ بَیْنَكُمْ مَّوَدَّةً وَّ رَحْمَةً ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّتَفَكَّرُوْنَ (21)
(૨૧) અને તેની નિશાનીઓમાંથી એ છે કે તમારી જ સહજાતિમાંથી પત્નીઓ પેદા કરી, જેથી તમે તેમના પાસેથી સુખ મેળવો, તેણે તમારા વચ્ચે પ્રેમ અને દયાભાવ પેદા કરી દીધા, બેશક આમાં ઘણી નિશાનીઓ છે તે લોકો માટે જેઓ ચિંતન-મનન કરે છે.
وَ مِنْ اٰیٰتِهٖ خَلْقُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَ اخْتِلَافُ اَلْسِنَتِكُمْ وَ اَلْوَانِكُمْ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّلْعٰلِمِیْنَ (22)
(૨૨) અને તેની નિશાનીઓમાંથી આકાશો અને ધરતીની પેદાઈશ અને તમારી ભાષાઓ અને રંગોમાં ભિન્નતા (પણ) છે, આમાં બુદ્ધિશાળી લોકોના માટે ઘણી મોટી નિશાનીઓ છે.
وَ مِنْ اٰیٰتِهٖ مَنَامُكُمْ بِالَّیْلِ وَ النَّهَارِ وَ ابْتِغَآؤُكُمْ مِّنْ فَضْلِهٖ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّسْمَعُوْنَ (23)
(૨૩) અને (બીજી પણ) તેની નિશાનીઓમાંથી તમારું રાત્રે અને દિવસે ઊંઘવું છે અને (તમારું) તેના ફઝલ (એટલે કે રોજી) ને શોધવું (પણ) છે, બેશક આમાં ઘણી નિશાનીઓ છે તેમના માટે જેઓ કાન લગાવીને સાંભળનારા છે.
وَ مِنْ اٰیٰتِهٖ یُرِیْكُمُ الْبَرْقَ خَوْفًا وَّ طَمَعًا وَّ یُنَزِّلُ مِنَ السَّمَآءِ مَآءً فَیُحْیٖ بِهِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّعْقِلُوْنَ (24)
(૨૪) અને તેની નિશાનીઓમાંથી એ પણ છે કે તે તમને ડરાવવા અને આશા જગાડવા માટે વીજળીનો ચમકારો દેખાડે છે, અને આકાશમાંથી પાણી વરસાવે છે, અને તેનાથી મૃત ધરતીને જીવન પ્રદાન કરે છે આમાં (પણ) બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે.
وَ مِنْ اٰیٰتِهٖۤ اَنْ تَقُوْمَ السَّمَآءُ وَ الْاَرْضُ بِاَمْرِهٖ ؕ ثُمَّ اِذَا دَعَاكُمْ دَعْوَةً { ۖق } مِّنَ الْاَرْضِ { ۖق } اِذَاۤ اَنْتُمْ تَخْرُجُوْنَ (25)
(૨૫) અને તેની એક નિશાની એ પણ છે કે આકાશો અને ધરતી તેના હુકમથી સ્થાપિત છે, પછી તે જયારે તમને પોકારશે, ફક્ત એક જ પોકારમાં તમે બધા ધરતીમાંથી નીકળી આવશો.
وَ لَهٗ مَنْ فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ كُلٌّ لَّهٗ قٰنِتُوْنَ (26)
(૨૬) અને આકાશો અને ધરતીની તમામ વસ્તુઓનો માલિક તે જ છે અને બધા તેના હુકમના આધીન છે.
وَ هُوَ الَّذِیْ یَبْدَؤُا الْخَلْقَ ثُمَّ یُعِیْدُهٗ وَ هُوَ اَهْوَنُ عَلَیْهِ ؕ وَ لَهُ الْمَثَلُ الْاَعْلٰى فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ ۚ وَ هُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۧ (27)
(૨૭) અને તે જ છે જે પ્રથમ વખત સૃષ્ટિને પેદા કરે છે, તે જ ફરીથી બીજી વખત પેદા કરશે અને આ કામ તો તેના માટે ઘણું સરળ છે. તેની જ સારી અને ઉચ્ચ વિશેષતાઓ છે' આકાશોમાં અને ધરતીમાં પણ, અને તે જ જબરજસ્ત હિકમતવાળો છે. (ع-૩)