(૯૭) જે લોકો પોતાના પર જુલમ કરવાવાળા છે, જયારે ફરિશ્તા તેમનો જીવ કાઢે છે તો કહે છે કે તમે કઈ હાલતમાં હતા? તેઓ કહે છે અમે ધરતીમાં કમજોર હતા,[70] તો તેઓ સવાલ કરે છે કે શું અલ્લાહની ધરતી વિશાળ ન હતી કે તમે તેમાં હિજરત કરી જતા? આ લોકોનું ઠેકાણું જહન્નમ છે અને તે ખરાબ ઠેકાણું છે.
(૯૮) પરંતુ જે પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો મજબૂર છે જેઓ કોઈ રસ્તો નથી કરી શકતા અને ન રસ્તો જાણે છે.[71]
(૯૯) તો શક્ય છે કે અલ્લાહ (તઆલા) તેમને માફ કરી દે. અને અલ્લાહ માફ કરવાવાળો બક્ષવાવાળો છે.
(૧૦૦) અને જે કોઈ અલ્લાહના માર્ગમાં હિજરત કરશે, તે ધરતી ૫૨ રહેવાની ઘણી જગ્યા પણ મેળવશે અને વિશાળતા પણ, અને જે કોઈ પોતાના ઘરથી અલ્લાહ (તઆલા) અને તેના રસૂલ (ﷺ) ની તરફ નીકળી પડયો. પછી તેને મૃત્યુએ પકડી લીધો હોય તો પણ જરૂર તેનો બદલો અલ્લાહ. (તઆલા) પર હશે અને અલ્લાહ (તઆલા) માફ કરનાર મહેરબાન છે.(ع-૧૪)