(૧૨૧) (અય નબી! તે સમયને પણ યાદ કરો) જયારે વહેલી સવારમાં તમે પોતાના ઘરેથી નીકળી મુસલમાનોને યુદ્ધના મેદાનમાં લડાઈના મોર્ચા ૫૨ ઠીક રીતે બેસાડી રહ્યા હતા, અને અલ્લાહ (તઆલા) સાંભળનાર અને જાણનાર છે.
(૧૨૫) કેમ નહિં? જો તમે સબ્ર અને પરહેઝગારી કરો અને આ લોકો ઓચિંતા તમારા ઉપર આવી જાય તો તમારો રબ તમારી મદદ પાંચ હજાર ફરિશ્તાઓ વડે કરશે જેઓ નિશાનીવાળા હશે.