(૪૫) અને બેશક અમે મૂસા (અ.સ.) ને કિતાબ આપી હતી તો તેમાં પણ મતભેદ કર્યો અને જો (એ) વાત ન હોત જે તમારા રબ તરફથી પહેલાથી જ નિર્ધારિત થઈ ચૂકી છે તો તેમના વચ્ચે (ક્યારનોય) ફેંસલો થઈ ચૂક્યો હોત, આ લોકો તો તેના વિશે સખત બેચેન કરનારી શંકામાં છે.
(૪૬) જે મનુષ્ય ભલાઈ કરશે તે પોતાના ફાયદા માટે અને જે બૂરાઈ કરશે તેનો બોજ પણ તેના ઉપર જ છે, અને તમારો રબ બંદાઓ પર જુલમ કરવાવાળો નથી.[1]
(૪૭) કયામતનું જ્ઞાન અલ્લાહ તરફ જ પાછુ વળે છે અને જે ફળો પોતાની કળીઓમાંથી નીકળે છે અને જે કોઈ માદા ગર્ભવતી થાય છે અને જે કોઈ બચ્ચાંને જન્મ આપે છે બધું જ્ઞાન તેને જ છે,[1] અને જે દિવસે અલ્લાહ (તઆલા) તેમને (મૂર્તિપૂજકોને) બોલાવીને પૂછશે કે, “મારા ભાગીદારો ક્યાં છે?” તેઓ જવાબ આપશે કે, “અમે તો તને કહી દીધું કે અમારામાંથી કોઈ આનો ગવાહ નથી.”
(૪૮) અને આ લોકો જેમની બંદગી આના પહેલા કરતા હતા તેઓ તેમની નજરોથી ગુમ થઈ જશે અને આ લોકો સમજી જશે કે હવે તેમના માટે કોઈ બચાવ (નો માર્ગ) નથી.
(૪૯) ભલાઈ માંગવાથી મનુષ્ય થાકતો નથી અને જો તેને કોઈ તકલીફ પહોંચી જાય તો હતાશ અને નિરાશ થઈ જાય છે.[1]
(૫૦) અને જે તકલીફ તેને પહોંચી ચૂકી છે તેના પછી જો અમે તેને કોઈ દયાની મજા ચખાડી દઈએ તો તે કહી ઉઠે છે કે, “હું તો આનો હકદાર હતો, અને હું નથી સમજતો કે કયામત કાયમ થશે, અને જો હું મારા રબ તરફ લઈ જવામાં આવ્યો તો પણ બેશક તેના પાસે મારા માટે ભલાઈ હશે”,[1] બેશક અમે તે કાફિરોને તેમના કૃત્યો બતાવીને રહીશું અને તેમને કઠોર સજાની મજા ચખાડીશું.
(૫૧) અને જ્યારે અમે મનુષ્ય પર અમારો ઉપકાર કરીએ છીએ તો તે વિમુખ (ગુમરાહ) થઈ જાય છે અને પાસુ બદલી નાખે છે, અને જ્યારે તેના પર મુસીબત આવે છે તો મોટી લાંબી લાંબી દુઆઓ કરવા લાગી જાય છે.[1]
(૫૨) (તમે) કહી દો કે, “ભલા એ તો બતાવો કે જો આ (કુરઆન) અલ્લાહના તરફથી આવ્યુ હોય અને પછી તમે તેને ન માનો તો તેનાથી વધારે ગુમરાહ કોણ હશે જે આના (સત્યના) વિરોધમાં ઘણો દૂર નીકળી જાય ? ”
(૫૩) ટૂંક સમયમાં જ અમે આમને અમારી નિશાનીઓ દુનિયાના કિનારાઓમાં પણ દેખાડીશું અને એમની પોતાની જાતમાં પણ, ત્યાં સુધી કે એમના પર વાત સ્પષ્ટ થઈ જાય કે આ જ સત્ય છે, શું તમારા રબનું દરેક વસ્તુથી માહેતગાર હોવું કાફી નથી ?
(૫૪) વિશ્વાસ રાખો કે આ લોકો પોતાના રબ સમક્ષ હાજર થવામાં શંકા ધરાવે છે, યાદ રાખો કે અલ્લાહે દરેક વસ્તુને પોતાના ઘેરામાં લઈ રાખી છે. (ع-૬)