Surah Yusuf

સૂરહ યૂસુફ

રૂકૂઅ : ૪

આયત ૩૦ થી ૩૫

وَ قَالَ نِسْوَةٌ فِی الْمَدِیْنَةِ امْرَاَتُ الْعَزِیْزِ تُرَاوِدُ فَتٰىهَا عَنْ نَّفْسِهٖ ۚ قَدْ شَغَفَهَا حُبًّا ؕ اِنَّا لَنَرٰىهَا فِیْ ضَلٰلٍ مُّبِیْنٍ (30)

(૩૦) અને શહેરની સ્ત્રીઓમાં ચર્ચા થવા લાગી કે અઝીઝની પત્ની પોતાના ગુલામને પોતાની જરૂરત પૂરી કરવા માટે ફોસલાવવામાં લાગેલી રહે છે. તેના દિલમાં (યૂસુફનો) પ્રેમ વસી ગયો, અમારી સમજથી તો તે સાવ ભૂલ કરી રહી છે.


فَلَمَّا سَمِعَتْ بِمَكْرِهِنَّ اَرْسَلَتْ اِلَیْهِنَّ وَ اَعْتَدَتْ لَهُنَّ مُتَّكَاً وَّ اٰتَتْ كُلَّ وَاحِدَةٍ مِّنْهُنَّ سِكِّیْنًا وَّ قَالَتِ اخْرُجْ عَلَیْهِنَّ ۚ فَلَمَّا رَاَیْنَهٗۤ اَكْبَرْنَهٗ وَ قَطَّعْنَ اَیْدِیَهُنَّ وَ قُلْنَ حَاشَ لِلّٰهِ مَا هٰذَا بَشَرًا ؕ اِنْ هٰذَاۤ اِلَّا مَلَكٌ كَرِیْمٌ (31)

(૩૧) તેણે જ્યારે તેમની કપટી વાતો સાંભળી તો તેમને આમંત્રિત કરી, અને તેમના માટે એક સભાનું આયોજન કર્યુ, અને તેમનામાંથી દરેકને એક-એક છરી આપી દીધી અને કહ્યું કે, “હે યૂસુફ! તેમના સામે ચાલ્યા આવો, તે સ્ત્રીઓએ જયારે તેમને જોયા તો ઘણા મોટા જાણ્યા અને પોતાના હાથ કાપી નાખ્યા અને મોઢાંથી નીકળી ગયુ કે, “પવિત્રતા અલ્લાહ માટે છે આ કદી મનુષ્ય ન હોઈ શકે, આ તો બેશક કોઈ મોટો ફરિશ્તો છે.”


قَالَتْ فَذٰلِكُنَّ الَّذِیْ لُمْتُنَّنِیْ فِیْهِ ؕ وَ لَقَدْ رَاوَدْتُّهٗ عَنْ نَّفْسِهٖ فَاسْتَعْصَمَ ؕ وَ لَئِنْ لَّمْ یَفْعَلْ مَاۤ اٰمُرُهٗ لَیُسْجَنَنَّ وَ لَیَكُوْنًا مِّنَ الصّٰغِرِیْنَ (32)

(૩૨) (તે સમયે મિસરના અઝીઝની પત્નીએ) કહ્યું કે, “આ છે જેના વિશે તમે મને ભલુ-બૂરું કહેતી હતી, મેં દરેક રીતે મારો મતલબ પૂરો કરવા ચાહ્યો, પરંતુ તે બેદાગ બચતા રહ્યા, અને જે કંઈ હું કહી રહી છું જો તે નહિં માને તો બેશક તેને કેદી બનાવી લેવામાં આવશે અને ચોક્કસ તે છેવટે અપમાનિત થશે.


قَالَ رَبِّ السِّجْنُ اَحَبُّ اِلَیَّ مِمَّا یَدْعُوْنَنِیْۤ اِلَیْهِ ۚ وَ اِلَّا تَصْرِفْ عَنِّیْ كَیْدَهُنَّ اَصْبُ اِلَیْهِنَّ وَ اَكُنْ مِّنَ الْجٰهِلِیْنَ (33)

(૩૩) (યૂસુફે) કહ્યું કે, “હે મારા રબ! જે વાત તરફ આ સ્ત્રીઓ મને બોલાવી રહી છે તેના કરતા મારા માટે કેદ વધારે સારી છે, જો તુ એમની ચાલબાજીને મારાથી દૂર નહિ કરે તો હું એમના તરફ આકર્ષિત થઈ જઈશ, અને બિલકુલ બેવફૂફોમાં સામેલ થઈ જઈશ.”


فَاسْتَجَابَ لَهٗ رَبُّهٗ فَصَرَفَ عَنْهُ كَیْدَهُنَّ ؕ اِنَّهٗ هُوَ السَّمِیْعُ الْعَلِیْمُ (34)

(૩૪) તેમના રબે તેમની દુઆ કબૂલ કરી લીધી અને તે સ્ત્રીઓની ચાલબાજીથી તેમને બચાવી લીધા, બેશક તે સાંભળનાર અને જાણનાર છે.


ثُمَّ بَدَا لَهُمْ مِّنْۢ بَعْدِ مَا رَاَوُا الْاٰیٰتِ لَیَسْجُنُنَّهٗ حَتّٰى حِیْنٍ ۧ (35)

(૩૫) પછી તે બધી નિશાનીઓને જોઈ લીધા બાદ છેવટે એ જ સારું લાગ્યું કે યૂસુફને થોડા સમય માટે જેલમાં રાખવામાં આવે.” (ع-)