(૧૪૧) તે જ છે જેણે (પૃથ્વી પર) છવાએલા અને ન છવાએલા બગીચા બનાવ્યા, અને ખજૂર અને ખેતી જેના સ્વાદ ઘણા પ્રકારના છે, અને જૈતૂન અને અનારના વૃક્ષો એક પ્રકારના અને અનેક પ્રકારના, જયારે ફળ લાગે તો તમે તેને ખાઓ અને તેની કાપણીના દિવસે તેનો (અલ્લાહનો) હક અદા કરો, અને હદથી આગળ ન વધો, બેશક અલ્લાહ હદથી આગળ વધી જનારાઓને મોહબ્બત કરતો નથી.