(૨૭૫) વ્યાજ ખાનાર લોકો ઊભા નહિં હોય, પરંતુ એવી રીતે, જેવી રીતે તે ઊભો હોય છે, જેને શયતાન સ્પર્શીને પાગલ બનાવી દે છે. આ એટલા માટે કે તેઓ કહ્યા કરતા હતા કે વેપાર પણ તો વ્યાજની જેમ જ છે, જ્યારે કે અલ્લાહ (તઆલા) એ વાપરને હલાલ (વૈધ) કર્યો અને વ્યાજને હરામ (અવૈધ). અને જે માણસ પોતાના પાસે પહોંચેલ અલ્લાહ (તઆલા)ની નસીહત સાંભળીને રોકાઈ ગયો તેના માટે તે છે જે પસાર થઈ ગયું, અને તેનો મામલો અલ્લાહ (તઆલા) પાસે છે અને જે ફરીથી (હરામ તરફ) પાછો ફર્યો તે જહન્નમી છે. તે હંમેંશા તેમાંજ રહેશે.