(૨૫) બેશક અલ્લાહ (તઆલા)એ તમને લડાઈના ઘણા મેદાનોમાં વિજય આપ્યો છે અને હુનૈનની લડાઈના દિવસે પણ, જયારે કે તમને પોતાની વધારે સંખ્યા પર ઘમંડ હતો, પરંતુ તેનાથી તમને કોઈ ફાયદો ન થયો, પરંતુ ધરતી પોતાની વિશાળતા છતાં પણ તમારા માટે તંગ થઈ ગઈ, પછી તમે પીઠ ફેરવીને નાસી છૂટયા.
(૨૬) પછી અલ્લાહે પોતાના તરફથી સલામતી પોતાના નબી ઉપર અને ઈમાનવાળાઓ ઉપર ઉતારી અને પોતાની તે સેના મોકલી, જે તમને દેખાતી ન હતી, અને કાફિરોને પૂરો અઝાબ આપ્યો અને આ કાફિરોનો આ જ બદલો હતો.
(૨૭) પછી પણ જેને ઈચ્છે અલ્લાહ (તઆલા) માફ કરે,[1] અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે.
(૨૮) અય ઈમાનવાળાઓ ! બેશક મૂર્તિપૂજકો અપવિત્ર છે,[1] તેઓ આ વર્ષ પછી મસ્જિદે હરામની નજીક પણ ન આવવા પામે,[2] જો તમને ગરીબીનો ભય છે તો જો અલ્લાહ ઈચ્છે તો તમને પોતાની કૃપાથી ધનવાન બનાવી દેશે, બેશક અલ્લાહ બધું જ જાણનાર અને હિકમતવાળો છે.
(૨૯) કિતાબવાળાઓ પૈકી તે લોકો વિરૂધ્ધ લડો જેઓ અલ્લાહ પર અને આખિરત પર ઈમાન નથી ધરાવતા, જેઓ અલ્લાહ અને તેના રસૂલ વડે હરામ ઠેરવેલ વસ્તુને હરામ નથી સમજતા, ન સાચા ધર્મને કબૂલ કરે છે, ત્યાં સુધી કે તેઓ અપમાનિત થઈ પોતાના હાથોથી જિજિયો (સુરક્ષા વેરો) આપે.[1] (ع-૪)