Surah Al-Qasas

સૂરહ અલ-કસસ

આયત : ૮૮ | રૂકૂઅ : ૯

સૂરહ અલ-કસસ (૨૮)

વાર્તાઓ

સૂરહ અલ-કસસ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં ઈઠ્યાસી (૮૮) આયતો અને નવ (૯) રૂકૂઅ છે.

સૂરહ કસસની વ્યાખ્યાઃ આ ઘટના એ વાતની સાબિતી છે કે આપ (સ.અ.વ.) અલ્લાહના સાચા પયગંબર છે, કેમ કે અલ્લાહની વહી વગર શક્ય નથી કે સદીઓ પહેલાની ઘટનાઓને ઠીક એવી જ રીતે વર્ણન કરી દેવી જેવી રીતે તે બની હતી. આમ હોવા છતાં પણ આનાથી ફાયદો ફક્ત ઈમાનવાળાઓને જ થશે, કેમકે તેઓ જ આપ (સ.અ.વ.) ની વાતોને માનશે.