(૨૩) અને હકીકતમાં અમે મૂસાને કિતાબ (ગ્રંથ) પ્રદાન કરી, તો તમારે પણ તેની મુલાકાતમાં શંકા કરવી જોઈએ નહિ, અને અમે તેને ઈસરાઈલની સંતાન માટે હિદાયતનું માધ્યમ બનાવી.
(૨૪) અને અમે તેમનામાંથી જે લોકોએ સબ્ર કર્યુ, એવા આગેવાન બનાવ્યા કે જેઓ અમારા હુકમથી લોકોને હિદાયત કરતા હતા અને અમારી આયતો પર વિશ્વાસ રાખતા હતા.[1]
(૨૫) બેશક તમારો રબ બધાની વચ્ચે એ બધી વાતોનો ફેંસલો કયામતના દિવસે કરશે, જેમાં તેઓ મતભેદ કરી રહ્યા છે.
(૨૬) શું આ વાતથી પણ તેમને હિદાયત ન મળી કે અમે તેમના પહેલાની ઘણી કોમોને નષ્ટ કરી ચૂક્યા છીએ, જેમના રહેણાંકોમાં આજે લોકો હરી-ફરી રહ્યા છે ? આમાં મોટી-મોટી નસીહતો છે શું પછી પણ તેઓ સાંભળતા નથી ?
(૨૭) શું આ લોકો નથી જોતા કે અમે પાણીને વેરાન ધરતી પર વહાવી લઈ જઈએ છીએ, પછી તેનાથી અમે ખેતી ઉપજાવીએ છીએ, જેને એમના જાનવરો અને તેઓ પોતે ખાય છે,[1] શું પછી પણ આ લોકોને સૂઝતું નથી ?
(૨૮) અને કહે છે કે, “આ ફેંસલો ક્યારે થશે ? જો તમે સાચા હોવ તો બતાવો.”[1]
(૨૯) જવાબ આપી દો કે, “ફેંસલાના દિવસે ઈમાન લાવવું બેઈમાનોને કોઈ ફાયદો નહિ પહોંચાડે અને ન તેમને ઢીલ આપવામાં આવશે.”[1]
(૩૦) હવે તમે આમનો વિચાર પણ છોડી દો, અને રાહ જુઓ, આ લોકો પણ રાહ જોઈ રહ્યા છે. (ع-૩)