(૧૬) અમે માનવીને પેદા કર્યો અને તેના દિલમાં જે વિચારો ઉદ્ભવે છે તેને અમે જાણીએ છીએ[1] અને અમે તેની ધોરી નસ કરતા પણ વધુ નજીક છીએ.
(૧૭) જે સમયે બે લઈ જનાર (ફરિશ્તા જે) લેતા જાય છે. એક જમણી બાજુ અને બીજો ડાબી બાજુ બેઠો હોય છે.
(૧૮) (માનવી) મોઢામાંથી કોઈ વાત કાઢી શકતો નથી પરંતુ તેની પાસે રક્ષક (પહેરેદાર) તૈયાર છે.
(૧૯) અને મોતની બેહોશી (મૂર્છા) સત્ય (હક) લઈને આવી પહોંચી.[1] આ એ જ છે જેનાંથી તું કતરાતો હતો.
(૨૦) અને સૂર ફુંકવામાં આવશે. અઝાબ (યાતના)ના વાયદાનો દિવસ આ જ છે.
(૨૧) અને દરેક વ્યક્તિ એવી રીતે આવશે કે તેના સાથે એક હાંકનાર અને એક સાક્ષી આપનાર હશે.
(૨૨) બેશક તું આનાથી ગફલતમાં હતો. પરંતુ અમે તારા સામેથી આ પડદો હટાવી લીધો. તો આજે તારી નજર સતેજ છે.
(૨૩) એના સાથે રહેનાર (ફરિશ્તો) કહેશે આ હાજર છે જે મારા પાસે હતો.[1]
(૨૪) બંને નાખી દો જહન્નમમાં, દરેક કાફિર વિરોધીને.
(૨૫) જે નેક કામથી રોકનાર, હદ વટાવનાર અને શંકા કરવાવાળો હતો.
(૨૬) જેણે અલ્લાહના સાથે બીજાને મા'બૂદ (દેવતા) બનાવ્યા હતા. તેથી તેમને સખત અઝાબ (યાતના)માં નાંખી દો.
(૨૭) તેનો સાથી શેતાન (કહેશે) કે, “હે અમારા માલિક ! મેં આને અવળા રસ્તે દોર્યો નહતો. પરંતુ તે પોતે જ દૂરના ભટકાવમાં હતો.
(૨૮) (અલ્લાહ) ફરમાવશે કે મારા સામે નાહક ઝઘડાની વાત ન કરો, હું તો પહેલા જ તમારા તરફ અઝાબનો વાયદો મોકલી ચૂક્યો હતો.
(૨૯) મારા પાસે કોઈ વાત બદલાતી નથી અને ન હું મારા બંદાઓ પર થોડો પણ જુલમ કરનાર છું. (ع-૨)