(૪૧) અને જો તેઓ તમને જૂઠાડતા રહે તો એમ કહી દો કે, “મારૂ કરેલુ મને મળશે અને તમારૂ કરેલુ તમને મળશે, તમે મારા કરેલા કર્મોના જવાબદાર નથી અને હુ તમારા કરેલા કર્મોનો જવાબદાર નથી.”
(૪૨) અને તેમનામાં કેટલાક લોકો એવા છે જેઓ તમારા તરફ કાન ધરીને સાંભળે છે, શું તમે બહેરાઓને સંભળાવો છો ચાહે તેમને અકલ પણ ન હોય ?
(૪૩) અને તેમનામાં કેટલાક લોકો એવા છે કે તમને જોઈ રહ્યા છે, પછી શું તમે આંધળાઓને રસ્તો દેખાડવા ચાહો છો ચાહે તેમની દષ્ટિ પણ ન હોય ?
(૪૪) અને હકીકત એ છે કે અલ્લાહ લોકો ઉપર જરા પણ જુલમ નથી કરતો પરંતુ લોકો પોતે જ પોતાના ઉપર જુલમ કરે છે.
(૪૫)અને તેમને તે દિવસ યાદ દેવડાવો જેમાં અલ્લાહ તેમને (પોતાની સેવામાં) એવી હાલતમાં જમા કરશે (કે તેમને લાગશે) કે (દુનિયામાં) પૂરા દિવસની એકાદ પળ રહ્યા હોય[1] અને પરસ્પર એકબીજાને ઓળખવા માટે ઊભા હોય,[2] હકીકતમાં તે લોકો નુકસાનમાં પડી ગયા જેમણે અલ્લાહ પાસે જવાનું જૂઠાડ્યું અને તેઓ હિદાયત પામનારા ન હતા
(૪૬) અને અમે તેમના સાથે જેનો વાયદો કરી રહ્યા હતા તેમાંથી તમને થોડોક ભાગ દેખાડી દઈએ અથવા (તેમના જાહેર થવાના પહેલા) અમે તમને મૃત્યુ આપી દઈએ તો અમારા પાસે તેમને આવવાનું જ છે પછી અલ્લાહ તેમના તમામ કાર્યોનો ગવાહ છે.[1]
(૪૭) અને દરેક ઉમ્મત માટે એક રસૂલ છે, પછી જયારે તેમના રસૂલ આવી જાય છે તો તેમનો ફેંસલો ન્યાયપૂર્વક કરી દેવામાં આવે છે[1] અને તેમના ઉપર જુલમ કરવામાં આવતો નથી.
(૪૮) અને આ લોકો કહે છે કે, “આ વાયદો ક્યારે પૂરો થશે જો તમે સાચા છો?”
(૪૯) તમે કહી દો કે, “હું પોતે પોતાના માટે કોઈ ફાયદો અથવા નુકસાનનો અધિકાર ધરાવતો જ નથી, પરંતુ જેટલી અલ્લાહની મરજી હોય, દરેક ઉમ્મતના માટે એક નિર્ધારિત સમય છે, જ્યારે તેમનો તે નિર્ધારિત સમય આવી પહોંચે છે તો એક ક્ષણ ન પાછળ હટી શકે છે ન એક ક્ષણ આગળ ખસી શકે છે.”
(૪૯) તમે કહી દો કે, “હું પોતે પોતાના માટે કોઈ ફાયદો અથવા નુકસાનનો અધિકાર ધરાવતો જ નથી, પરંતુ જેટલી અલ્લાહની મરજી હોય, દરેક ઉમ્મતના માટે એક નિર્ધારિત સમય છે, જ્યારે તેમનો તે નિર્ધારિત સમય આવી પહોંચે છે તો એક ક્ષણ ન પાછળ હટી શકે છે ન એક ક્ષણ આગળ ખસી શકે છે.”[1]
(૫૦) તમે કહી દો કે, “એ તો બતાવો કે જો તમારા ઉપર અલ્લાહનો અઝાબ રાત્રે આવી પડે અથવા દિવસે, તો અઝાબમાં એવી કઈ વસ્તુ છે કે ગુનેહગાર લોકો તેને જલ્દી માંગી રહ્યા છે?”
(૫૧) શું પછી જયારે તે આવી જ પડશે ત્યારે તેના ઉપર ઈમાન લાવશો ? હા, હવે માની લીધું જ્યારે કે તમે તેની ઉતાવળ કરી રહ્યા હતા.
(૫૨) પછી જાલિમોને કહેવામાં આવશે કે હવે હંમેશાના અઝાબની મઝા ચાખો, તમને તેનો બદલો મળી ગયો જે તમે કરતા હતા.
(૫૩) અને તે લોકો તમને પૂછે છે કે, “શું તે (અઝાબ) સાચી વાત છે ?” તમે કહી દો કે, “હા, સોગંધ છે મારા રબના કે તે સાચી વાત છે, અને તમે (અલ્લાહને) કોઈ પણ રીતે મજબૂર કરી શકતા નથી.” (ع-૫)