અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) જ્યારે કયામત કાયમ થઈ જશે.[1]
(૨) કે જેના કાયમ થવામાં કોઈ જૂઠ નથી.
(૩) તે ઊંચા-નીચા કરવાવાળી હશે.
(૪) જ્યારે કે ધરતી ભૂકંપ સાથે હલાવી નાખવામાં આવશે.
(૫) અને પર્વતોને બિલકુલ કણ-કણ (ચૂરે-ચૂરા) કરી દેવામાં આવશે.
(૬) પછી તે ઊડતી રજકણો જેવા બની જશે.
(૭) અને તમે ત્રણ જૂથોમાં વહેંચાઈ જશો.
(૮) તો જમણી બાજુવાળા કેવા સરસ છે, જમણી બાજુવાળા.[1]
(૯) અને ડાબી બાજુવાળા, શું હાલત છે ડાબી બાજુવાળાઓની.[1]
(૧૦) અને જેઓ આગળવાળા છે તેઓ તો આગળવાળા જ છે.[1]
(૧૧) અને તેઓ ખુબ જ નિકટતા પ્રાપ્ત કરેલા છે.
(૧૨) એશો-આરામવાળી જન્નતોમાં છે.
(૧૩) (ખૂબ જ મોટો) સમુહ તો આગળનાઓમાંથી હશે.
(૧૪) અને થોડાક પાછળનાઓમાંથી હશે.[1]
(૧૫) (આ લોકો) સોનાના તારોથી ગુંથેલા તખ્તાઓ પર.
(૧૬) એક-બીજા સામે તકિયા લગાવીને બેઠા હશે.[1]
(૧૭) તેમના પાસે એવા છોકરાઓ હશે જેઓ હંમેશા (છોકરાઓ જ) રહેશે, આવ-જા કરશે.
(૧૮) પ્યાલાઓ અને એવા કુંજા લઈને અને સ્વચ્છ શરાબના પ્યાલા લઈને જે છલકાતી શરાબથી ભરેલા હશે.
(૧૯) જેનાથી ન તેમના માથા ભમશે અને ન બુદ્ધિ ખરાબ થશે.[1]
(૨૦) અને એવા મેવાઓ લઈને જેને તેઓ પસંદ કરે.
(૨૧) અને પક્ષીઓનું માંસ જે તેમને મજેદાર લાગે.
(૨૨) અને મોટી-મોટી આંખોવાળી હુરો.
(૨૩) જે છુપાવેલ મોતીઓ જેવી છે.
(૨૪) આ બદલો છે તેમના કર્મોનો.
(૨૫) ન (તેઓ) ત્યાં બેકારની વાતો સાંભળશે અને ન ગુનાહની વાત.
(૨૬) માત્ર સલામ જ સલામ (શાંતિ જ શાંતિ) નો અવાજ હશે.[1]
(૨૭) અને જમણી બાજુવાળા કેવા સરસ છે, જમણી બાજુવાળા.
(૨૮) તેઓ વગર કાંટાની બોરડી,
(૨૯) તથા એક પર એક કેળાઓ,
(૩૦) તથા લાંબા લાંબા છાયડાઓ,
(૩૧) અને વહેતા પાણી,
(૩૨) અને પુષ્કળ ફળોમાં,
(૩૩) જે ન ખતમ થશે, અને ન રોકી લેવાશે,
(૩૪) તથા ઊંચા-ઊંચા બિછાણા પર હશે.
(૩૫) અમે તેમની પત્નીઓને ખાસ રચનાથી પેદા કરીશું.
(૩૬) અને અમે તેમને કુંવારી બનાવી દઈશું.
(૩૭) મોહબ્બત કરવાવાળીઓ સમાન ઉંમરની હશે.[1]
(૩૮) જમણી બાજુવાળાઓ માટે છે. (ع-૧)