Surah Adh-Dhariyat

સૂરહ અઝ્-ઝારિયાત

રૂકૂ : ૧

આયત ૧ થી ૨૩

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

وَ الذّٰرِیٰتِ ذَرْوًا ۙ (1)

(૧) સોગંદ છે ઊડાવીને વિખેરવા વાળીઓના.


فَالْحٰمِلٰتِ وِقْرًا ۙ (2)

(૨) પછી બોજને ઊઠાવવાવાળીઓના.


فَالْجٰرِیٰتِ یُسْرًا ۙ (3)

(૩) પછી ધીમી ચાલ ચાલવાવાળીઓના.

فَالْمُقَسِّمٰتِ اَمْرًا ۙ (4)

(૪) પછી કામને વહેંચવાવાળીઓના.


اِنَّمَا تُوْعَدُوْنَ لَصَادِقٌ ۙ (5)

(૫) વિશ્વાસ કરો કે તમને જે વાયદાઓ આપવામાં આવે છે (બધા) સાચા છે.


وَّ اِنَّ الدِّیْنَ لَوَاقِعٌ ؕ (6)

(૬) અને બેશક ન્યાય થનાર જ છે.


وَ السَّمَآءِ ذَاتِ الْحُبُكِ ۙ (7)

(૭) સોગંદ છે રસ્તાઓવાળા આકાશના.


اِنَّكُمْ لَفِیْ قَوْلٍ مُّخْتَلِفٍ ۙ (8)

(૮) નિશ્ચિત રૂપે તમે ઝઘડાની વાતોમાં પડ્યા છો.


یُّؤْفَكُ عَنْهُ مَنْ اُفِكَ ؕ (9)

(૯) તેનાંથી તેને જ ફેરવવામાં આવે છે જે ફેરવી દેવામાં આવ્યો હોય.


قُتِلَ الْخَرّٰصُوْنَ ۙ (10)

(૧૦) અટકળ વાતો કરવાવાળાઓનો નાશ કરી દેવાયો.


الَّذِیْنَ هُمْ فِیْ غَمْرَةٍ سَاهُوْنَ ۙ (11)

(૧૧) જેઓ ગફલતમાં છે અને ભૂલી ગયેલા છે.


یَسْئَلُوْنَ اَیَّانَ یَوْمُ الدِّیْنِ ؕ (12)

(૧૨) પૂછે છે કે ન્યાયનો દિવસ ક્યારે આવશે ?


یَوْمَ هُمْ عَلَى النَّارِ یُفْتَنُوْنَ (13)

(૧૩) આ એ દિવસ છે કે તેઓને આગ પર તપાવવામાં આવશે.


ذُوْقُوْا فِتْنَتَكُمْ ؕ هٰذَا الَّذِیْ كُنْتُمْ بِهٖ تَسْتَعْجِلُوْنَ (14)

(૧૪) (કહેવામાં આવશે) પોતાના ફસાદની મજા ચાખો, આ એ જ દિવસ છે જેની તમે ઉતાવળ કરી રહ્યા હતા.


اِنَّ الْمُتَّقِیْنَ فِیْ جَنّٰتٍ وَّ عُیُوْنٍ ۙ (15)

(૧૫) બેશક અલ્લાહથી ડરવાવાળા જન્નતો અને ઠંડા પાણીની નેહરોમાં હશે.


اٰخِذِیْنَ مَاۤ اٰتٰىهُمْ رَبُّهُمْ ؕ اِنَّهُمْ كَانُوْا قَبْلَ ذٰلِكَ مُحْسِنِیْنَ ؕ (16)

(૧૬) તેમના રબે તેમને જે કંઈ આપ્યું છે તેને લઈ રહ્યા હશે. તેઓ તો પહેલાથી જ સદાચારી હતા.


كَانُوْا قَلِیْلًا مِّنَ الَّیْلِ مَا یَهْجَعُوْنَ (17)

(૧૭) તેઓ રાત્રે બહુ થોડું ઉઘતા હતા.


وَ بِالْاَسْحَارِ هُمْ یَسْتَغْفِرُوْنَ (18)

(૧૮) અને તેઓ રાત્રીના છેલ્લા ભાગમાં (પરોઢીયે) ગુનાહોની માફી માંગતા હતા.

وَ فِیْۤ اَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّآئِلِ وَ الْمَحْرُوْمِ (19)

(૧૯) અને તેમના માલમાં માંગવાવાળાઓ અને માંગવાથી બચવાવાળાઓનો હક હતો.


وَ فِی الْاَرْضِ اٰیٰتٌ لِّلْمُوْقِنِیْنَ ۙ (20)

(૨૦) અને વિશ્વાસ કરનારાઓ માટે આ ધરતી પર ઘણી બધી નિશાનીઓ છે.


وَ فِیْۤ اَنْفُسِكُمْ ؕ اَفَلَا تُبْصِرُوْنَ (21)

(૨૧) તેમજ તમારા પોતાના અસ્તિત્વમાં પણ તો શું તમે નથી જોતા ?


وَ فِی السَّمَآءِ رِزْقُكُمْ وَ مَا تُوْعَدُوْنَ (22)

(૨૨) અને તમારી રોજી અને તમારાથી જે વાયદા થયા તે બધુ આકાશમાં છે.


فَوَرَبِّ السَّمَآءِ وَ الْاَرْضِ اِنَّهٗ لَحَقٌّ مِّثْلَ مَاۤ اَنَّكُمْ تَنْطِقُوْنَ ۧ (23)

(૨૩) તો આકાશ અને ધરતીના રબના સોગંદ ! આ બિલ્કુલ સત્ય છે. એવું જ જેવું કે તમે વાતો કરી રહ્યા છો. (ع-)