Surah Al-Qalam
સૂરહ અલ-કલમ
સૂરહ અલ-કલમ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૩૪) બેશક પરહેઝગારો માટે તેમના રબ પાસે નેઅમતોથી ભરેલી જન્નતો છે.
(૩૫) શું અમે મુસલમાનોને મુજરિમોના બરાબર કરી દઈશું ?
(૩૬) તમને શું થઈ ગયુ છે, તમે કેવા નિર્ણયો કરી રહ્યા છો ?
(૩૭) શું તમારા પાસે કોઈ કિતાબ છે જેને તમે વાંચી રહ્યા છો.
(૩૮) કે તેમાં તમારી મનપસંદ વાતો હોય ?
(૩૯) અથવા અમારાથી તમે કઈ એવી સોગંદો લીધી છે જે કયામત સુધી બાકી રહે કે તમારે માટે તે બધુ જ છે જે તમે પોતાના તરફથી નક્કી કરી લો ?
(૪૦) આમને પૂછો કે, તમારામાંથી કોણ આ વાતનો જવાબદાર (અને દાવેદાર) છે ?
(૪૧) શું એમના ઠેરવેલા કેટલાક ભાગીદારો છે ? તો લોકોને જોઈએ કે પોતપોતાના ભાગીદારોને લઈ આવે જો તેઓ સાચા હોય.
(૪૨) જે દિવસે પિંડલી ખોલી નાંખવામાં આવશે અને સિજદો કરવા માટે બોલાવવામાં આવશે તો (સિજદો) નહીં કરી શકે.[13]
(૪૩) તેમની નજરો નીચી હશે અને તેમના ઉપર અપમાન (અને તિરસ્કાર) છવાઈ જશે, જો કે આ લોકોને સિજદા માટે (તે વખતે પણ) બોલાવવામાં આવતા હતા, જ્યારે તેઓ સહી સલામત હતા.
(૪૪) તો મને અને આ વાતને જૂઠાડનારાઓને છોડી દો, અમે તેમને ધીમે ધીમે એવી રીતે ખેંચીશું કે તેમને ખબર પણ નહિ પડે. [14]
(૪૫) અને હું આમને ઢીલ આપીશ, બેશક મારી યોજના (યુક્તિ) ખૂબ જ મજબૂત છે.
(૪૬) શું તમે આમનાથી કોઈ બદલો માંગો છો જેના ભારથી તેઓ દબાઈ રહ્યા છે ?
(૪૭) અથવા શું આમના પાસે અદશ્યનું જ્ઞાન છે જેને તેઓ લખી રહ્યા હોય ?
(૪૮) તો તમે તમારા રબના હુકમની ધીરજથી (રાહ જુઓ) અને માછલીવાળા જેવા ન થઈ જાઓ,[15] જ્યારે કે તેણે દુઃખની સ્થિતિમાં (અલ્લાહને) પોકાર્યો. [16]
(૪૯) જો તેના પર તેના રબની કૃપા ન થતી તો બેશક તેને ખરાબ હાલતમાં ઉજ્જડ ધરતીમાં ફેંકી દેવાયો હોત.
(૫૦) અંતે તેને તેના રબે ફરીથી પસંદ કરી લીધો,[17] અને તેને સદાચારીઓ (નેક લોકો)માં સામેલ કરી દીધો. [18]
(૫૧) અને નજીક છે કે (આ) કાફિરો પોતાની (તેજ) નજરોથી તમને લપસાવી દે, [19] જ્યારે પણ કુરઆન સાંભળે છે તો કહી દે છે કે આ તો ચોક્કસ રૂપે ઉન્માદી (દિવાનો) છે.
(૫૨) અને હકીકતમાં આ (કુરઆન) તો સમગ્ર દુનિયાવાળાઓ માટે સંપૂર્ણ નસીહત જ છે. [20] (ع-૨)